કાલે સવારે નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ બટકા પોઆ…!! જાણો એકદમ સરળ રીત..

0

આમ તો બટાકા પૌવા ઘરે ઘરે જ બનતા જ હોય છે. મોટેભાગે નાસ્તામાં બટાકા પૌવા બનતા જ હોય છે અને મહેમાન આવે તો પણ નાસ્તામાં બટાકા પૌવા જ બનાવવામાં આવે છે. છ્તા નાના મોટા સૌને ઇનો ટેસ્ટ પસંદ આવે ને વારંવાર બનાવવાનું મન થાય એવા સ્વાદિષ્ટ પૌવા આજે બનાવો.

સામગ્રી:

 • જાડા પૌઆ 250 ગ્રામ
 • હળદર 1 ચમચી
 • મરી પાવડર 1 ચમચી
 • ડુંગળી 1 નંગ
 • બટાકો 1 નંગ
 • લીલા મરચા 2નંગ
 • સીંગદાણા 2 ચમચી
 • ઝીરું 1 ચમચી
 • રાઈ 1 ચમચી
 • લીંબુ નો રસ 2ચમચી
 • ખાંડ 1 ચમચી
 • તેલ 2 ચમચી
 • મીઠુ સ્વાદ અનુસાર
 • ધાણા ગાર્નીસિંગ માટે

રીત:
સૌપ્રથમ પૌવા ને પલાળી લો બરોબર પલળી જાયઃ એટલે એને કાના વાળા ટોપા માં પાણી કાળી લો અને કોરા કરી દો
પછી એક પેન ગરમ કરો એમાં તેલ એડ કરો પછી એમાં રાઈ ઝીરું એડ કરો
પછી એમાં ડુંગળી એડ કરો અને સીંગદાણા એડ કરી બરોબર સેકાવા દો
પછી એમાં બટાકો એડ કરો અને થોડી વાર ઢાંકી દો બટાકો ચડી જાય
એટલે એમાં પૌવા એડ કરી ને હળદર મીઠુ ખાંડ એડ કરી બરોબર મિક્સ કરી દો
પછી થોડી વાર ફરી ઢાંકી દો 2 મિનિટ માટે પછી એમાં ધાણા એડ કરી મિક્સ કરી લો
પછી એમાં તમે દાડમ ઝીની સેવ એડ કરી ને સર્વ કરી શકો છો
સવાર ના નાસ્તા માં દરેક ગુજરાતી ના ઘરે આ નાસ્તો બનાવા માં આવે છે તો જરૂર થી બનાવજો આ રેસીપી કેવી લાગી જરૂર થી જણાવજો

નીચે જુઓ સંપૂર્ણ રેસીપીનો વિડીયો :
આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.