અજબગજબ

બહુ કામના છે આ 14 જુગાડ, ખુદ ટ્રાય કરીને જોઈ લો- કંઇક નવું શીખવા મળશે ક્લિક કરી જુઓ 14 Photos

આજના જમાનામાં માણસ પાસે બધું જ છે. અને જો કોઈ ખોટ છે તો એ છે સમયની. દરેક વ્યક્તિ ઈચ્છે છે તો તેમનું જીવન સરળ હોય. આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ હોય છે જેને આપણે નકામી સમજતા હોઈએ છીએ. પણ તેમાં થોડું મગજ ચલાવવામાં આવે તો આ વસ્તુઓ આપણને ખુબ કામ આવી શકે છે. એ વસ્તુઓને આ રીતે પણ વાપરી શકાય એવું આપણને કોઈ જણાવતું નથી પણ આપણે જાતે જ આ વસ્તુઓના આવા ઉપયોગ વિશે વિચારવું પડે છે. જેમ કે દૂધ ફાટી જાય તો એ ભલે ચા બનાવવા માટે નકામું થઇ જાય પણ એમાંથી આપણે પનીર તો બનાવી જ શકીએ છીએ ને! એવું જ બીજી ઘણી વસ્તુઓનું હોય છે કે જેને આપણે વિવિધ રીતે વાપરી શકીયે છીએ.

આજે અમે તમને એવી વસ્તુ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેને આપણે નકામી-ફાલતુ વસ્તુઓ સમજીએ છીએ, તેનો ઉપયોગ આપણા જીવનને આસાન બનાવી દે છે. સામાન્ય લોકોની ભાષામાં તેને Life hacks પણ કહેવામાં આવે છે અને દેશી ભાષામાં જુગાડ. લો આવી ગયું ને તમને પણ હસવું. જુગાડ શબ્દ જ એવો છે કે જેને સાંભળીને દરેકનું મગજ દોડવા લાગે છે. આવો તો જાણીએ એવા અમુક જુગાડના ઉદાહરણ.

1. ઈંડાનું આયુષ્ય જાણવું:

ઇંડાને જોઇને એ વાતનો અંદાજો નથી લગાવી શકાતો કે ઈંડું ફ્રેશ છે કે નહિ તેના માટે પાણીમાં નાખીને જાણ કરી શકાય છે કે ઈંડું કેટલું ફ્રેશ છે.

2. જોડી શકે છે લિપસ્ટિક:

ઘણીવાર એવું થાય છે કે લિપસ્ટિક તૂટી જાય છે અને પછી કામ નથી આવતી. પણ થોડો એવો જુગાડ કરીને તેને મીણબતીથી ગરમ કરીને આ રીતે જોડી શકો છો.

3. ચેઈનનું વારંવાર સરકી જવાનુ સમાધાન:

ઘણીવાર જુના જીન્સની ચેઈન વારંવાર સરકી જતી હોય છે. અને જો તે તમારી ફેવરીટ જીન્સ હોય અને તમે આ સમસ્યાથી બચવા માંગો છો તો આ ટ્રીક અપનાવી શકો છો.

4. જ્યારે ભૂલથી કોઈ મેસેજ સેન્ડ થઇ જાય:

જો તમે ભૂલથી કોઈને મેસેજ સેન્ડ કરી દીધો છે તો તરત જ ફોનનું એરોપ્લેન મોડ ઓન કરી દો. આવું કરવાથી તમારો મેસેજ રોકાઈ જશે અને તમે તેને ડીલીટ કરી શકશો.

5. જ્યારે ફોનને જલ્દી ચાર્જ કરવાનો હોય:

જો તમારા ફોનમાં ફાસ્ટ ચાર્જીંગ ટેકનોલોજી નથી અને તમે તેને જલ્દી ચાર્જ કરવા માંગતા હોવ તો તેને એરોપ્લેન મોડમાં ચાર્જ કરી શકો છો.

6. જૂત્તાની બદબૂ:

ઘણીવાર એવું થતું હોય છે કે જૂતાની વાસ તમને પરેશાન કરતી હોય છે. જો તમે પણ આ સમસ્યાથી ઝૂઝી રહ્યા છો તો જુતામાં સુકાયેલી ટી બેગ્સ મૂકી દો. વાસ જતી રહેશે.

7. ધૂન ગુનગુનાવીને શોધી શકીએ છીએ ગીત:

ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ ગીતની ધૂન આપણા મગજમાં ફરતી રહેતી હોય છે, પણ આપણને તે ગીત યાદ નથી આવતું. જો તમે પણ કોઈ આવા ખાસ સંજોગોમાં ફસાઈ જાઓ તો midomi એપ તમારા માટે ખુબ કામ આવી શકે છે. આ એપની મદદથી તમે ગીતની ધૂન બોલીને ગીત શોધી શકો છો.

8. જુના ફર્નીચરમાં નવી જાન:

પહેલાના જુના લાકડાનાં ફર્નીચર પર અખરોટ ઘસીને તેના પર લાગેલા સ્ક્રેચ દુર કરી શકાય છે.

9. જીન્સમાં લાવો નવી ચમક:

જીન્સ પર રેજર ચલાવીને તેમાં ચમક પણ લાવી શકાય છે અને તેનું આયુષ્ય પણ વધારી શકાય છે.

10. ઈંડામાંથી પીળો ભાગ અલગ કરવો:

જો તમે ઈંડામાંથી પીળો હિસ્સો ભાગ કરવા માંગો છો તો આવી રીતે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરો.

11. ઈંડા બાફવાની ટ્રીક:

ઈંડા બાફવાના સમયે પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરો, છિલકા આસાનીથી અલગ કરી શકાય છે.

12. જ્યારે એડ વગર ખોલવી હોય મોબાઈલ ગેમ:

જો તમે મોબાઈલ પર ગેમ રમવા માંગતા હોવ અને એડ તમને વારંવાર પરેશાન કરી રહી છે તો ફોનને એરોપ્લેન મોડમાં મૂકી દો. એડ નહિ આવે.

13. જ્યારે કાઢવી હોય ટેપ:

ઘણીવાર ટેપનો ખૂણો શોધવો ખુબ મુશ્કિલ થઇ જતું હોય છે, એવી સ્થિતિમાં આ ટ્રીક તમારા માટે ખુબ કામ આવી શકે છે.

14. જ્યારે બીયર કરવી હોય ઠંડી:

જ્યારે તમને બીયરની ખુબ જ તલપ લાગી હોય ત્યારે બીયરને ઠંડી કરવા માટે તેના પર કાગળ લપેટીને ફ્રીજમાં રાખી દો. બીયર માત્ર બે જ મિનીટમાં ઠંડી થઇ જશે.