બૉલીવુડ જગતના કિરદારો દરેક તહેવારને પુરા રીત રિવાજ અને ઉત્સાહની સાથે ઉજવતા જોવા મળે છે.રક્ષાબંધન પણ એમાંનો જ એક તહેવાર છે જેમાં આ કિરદારોનો પ્રેમ પોતાના ભાઈ-બહેનો માટે જોવા મળે છે. રક્ષાબંધનના મૌકા પર સોશિયલ મીડિયા પર ઘણા કલાકારોએ ભાઈ-બહેનો સાથે તસ્વીરો પોસ્ટ કરી હતી.
એવામાં બચ્ચન પરિવારની રક્ષાબંધનની ઉજવણીની તસ્વીરો પણ સામે આવી છે.બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચનને તેની બહેનોએ રાખડી બાંધી હતી, અને તેની તસ્વીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે.
આ અવસર પર અભિષેકે પોતાની બહેનોનો સાથે તસ્વીર પોસ્ટ કરતા લખ્યું કે,”મારી બહેનો હંમેશા મારી સાથે ઉભી રહી અને આજે પણ છે જ. તેઓ પ્રેમ અને ઉલ્લાસની સાથે મારા સપોર્ટમાં સાથે રહી. હેપ્પી રક્ષાબંધન શ્વેતા બચ્ચન,નૈના બચ્ચન, નમ્રતા અને નીલિમા.
તસ્વીરમાં અભિષેકની સાથે સાથે સાથે શ્વેતા, નવ્યા નંદા નવેલી, અગસ્ત્યા નંદા અને આરાધ્યા પોઝ આપતા દેખાઈ રહ્યા છે,તસ્વીરોમાં આરાધ્યા ખુબ જ ક્યૂટ દેખાઈ રહી છે. અભિષેક સાથેની બહેનોની બોન્ડિંગ અને પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, તસ્વીરોમાં દરેક કોઈ ખુશ દેખાઈ રહ્યા છે.
એવામાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ પોતાના બાળકોની બાળપણની તસવીર શેર કરી હતી અને ભાવુક પોસ્ટ પણ લખી હતી. અમિતાબજીની આ તસ્વીરમાં અભિષેક,શ્વેતા અને જયાં બચ્ચન પણ દેખાઈ રહ્યા છે.
T 3258 – RakshaBandhan .. the love of the sister .. the protection of the brother .. the strong bond everlasting and sincere ..💞🙏
रक्षाबंधन ! बहन का स्नेह ; भाई की सुरक्षा ; ये बंधन पवित्र , निरंतर , निश्चल pic.twitter.com/7vpZqrrdX1— Amitabh Bachchan (@SrBachchan) 14 August 2019
અમિતાબજીએ લખ્યું કે,”ભાઈ-બહેનનો સંબંધ ખુબ જ મજબૂત હોય છે જેને રાખડીનો તહેવાવાર વધારે પ્રેમથી ભરી દે છે.તમારો સાથ આગળ પણ આવો જ બની રહે”.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks