અજબગજબ ખબર

માતાના ગર્ભની અંદરથી જ આ ખાસ વસ્તુ લઈને જન્મ્યું બાળક, ડોકટરો પણ રહી ગયા હેરાન, જુઓ તસવીરો

મોટાભાગે જન્મ મરણ વિશે આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના, પરંતુ આ કહેવતને એક બાળકે ખોટી ગણાવી છે. એક બાળક જન્મ સાથે એક ખાસ વસ્તુ લઈને આવ્યો હતો. જેને જોતા જ ડોકટરો પણ હેરાન રહી ગયા હતા.

Image Source

આ ઘટના બની છે વિયેતનામમાં. ત્યાંના હાઈ ફોંન્ગ ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં જન્મેલું એક બાળક આ સમયે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ છવાયેલું છે. આ બાળક જયારે તેની માતાના ગર્ભમાંથી બહાર આવ્યું ત્યારે ડોક્ટરોની નજર તેના હાથમાં રહેલી પીળી અને કાળી વસ્તુ ઉપર પડી. જેને જોઈને ડોકટરો પણ હેરાન રહી ગયા.

Image Source

આ વસ્તુને તે બાળકે પોતાની આંગળીઓમાં જકડી રાખી હતી. એવામાં જ હોસ્પિટલના સ્ટાફે તેની તસ્વીર પણ ખેંચી લીધી અને હવે આ તસ્વીર ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. લોકો પણ જાણવા માંગે છે કે આ વસ્તુ તે બાળકના હાથમાં આવી કેવી રીતે ?

બાળકના હાથમાં જોવા મળી રહેલી આ પીળી અને કાળી વસ્તુ છે કે કંટ્રાસેપ્ટીવ કોઇલ જેને આપણે કોપર ટી તરીકે ઓળખીએ છીએ.  તેને UID (intrauterine device, or coil) પણ કહેવામાં આવે છે.આ ટી-શેપની પ્લાસ્ટિક અને કોપરનું બનેલું ડિવાઈઝ છે.

Image Source

તેને મહિલાઓ પોતાના પ્રાઇવેટ પાર્ટની અંદર લગાવે છે, જેનાથી તે પ્રેગ્નેટ નથી થતી. આ વસ્તુને આ બાળકની 34 વર્ષીય માતાએ પણ બે વર્ષ પહેલા લગાવી હતી. જો કે આ કોઈલે યોગ્ય રીતે કામ ના કરતા બાળકનો જન્મ થઇ ગયો હતો. મહિલા પહેલાથી જ બે બાળકોની માતા હતી અને તે ત્રીજું બાળક નહોતી ઇચ્છતી. માટે તેને આ ડિવાઇઝને વાપર્યું હતું.

Image Source

મીડિયા રિપોર્ટમાં મળેલી જાણકારી પ્રમાણે ડિલિવરી કરાવનાર ડો. ત્રાણ વિએત ફુઓન્ગ જણાવે છે કે: “જયારે હું ડિલિવરી કરી રહ્યો હતો ત્યારે બાળકના હાથમાં કોપર ટી જોઈ. આ જરૂર તેની માતા દ્વારા લગાવવામાં આવેલી જગ્યાએથી ખસી ગઈ હશે. તેના કારણે જ તે ગર્ભવતી થઇ ગઈ. બાળક જયારે પેદા થયું ત્યારે તેને આ કોઇલને ખુબ જ ટાઈટ પકડી રાખ્યું હતું. મને આ નજારો દીલચપ્સ લાગ્યો. એટલા માટે મેં તેનો ફોટો પણ ખેંચ્યો. લગભગ આ પહેલો એવો કેસ છે જેમાં કોઈ નવજાત ગર્ભમાંથી આને પોતાની સાથે લઈને બહાર આવ્યો છે.”

બાળકની આ તસ્વીર હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. લોકો તેને જોઈને અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે બાળકે જિંદગી ઉપર જીત મળેવી લીધી. મા તો એ નહોતી ઇચ્છતી કે તે પેદા ના થાય, પરંતુ આવું થવા દેવામાં ના આવ્યું.