અજબગજબ દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

એક એવા ભારતીય સૈનિકનું મંદિર જ્યાં ચીનની સેના પણ ઝૂકાવે છે માથું, વાંચો કારણ તમે પણ ગર્વ અનુભવશો

ભારતીય સેના માટે આપણને સૌને હંમેશા ગર્વ થતું હોય છે, દેશના જવાનો માટે આપણા સૌના દિલમાં એક અનેરું માન છે. એમની દેશ સેવા, એમના કામને એમની દેશ પ્રત્યેની સેવાને આપણે હંમેશા બિરદાવતા હોઈએ છીએ. પરંતુ આજે અમે દેશના એક એવા સૈનિકની વાત કરવાના છીએ જેનું મંદિર દેશની સરહદે 14 હજાર ફિટ ઉપર બનાવવામાં આવ્યું છે. અને આ મંદિરમાં માત્ર ભારતીય સેનાએ કે ભારતીયો જ નહિ પરંતુ ચીનની સેના પણ નતમસ્તક થાય છે. છેલ્લા 48 વર્ષથી આ દેશનો વીર જવાન દેશની સરહદની રક્ષા કરે છે. આપણા સૌ માટે આ ગર્વની બાબત છે. ચાલો આજે એ દેશની ગર્વ થાય એવી આ બાબત વિશે જાણીએ.

Image Source

સિક્કિમની રાજધાની ગંગટોકના જેલેપ દર્રે અને નાથુલા દર્રેની વચ્ચે બાબા હરભજન સિંહનું એક મંદિર 14 હજાર ફીટની ઊંચાઈ ઉપર બનાવવામાં આવ્યું છે, આ મંદિરમાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે.

Image Source

આજ સુધી ભારતીય સેનાનો કોઈ એવા અધિકારી કે સિપાહી નહિ હોય જેમણે ભારત અને ચીનની બોર્ડર ઉપર આવેલા 14 હજાર ફૂટની ઊંચાઈએ બર્ફીલા પહાડોથી ઘેરાયેલા આ બાબા હરભજન સિંહના મંદિરની અંદર માથું નહીં ટેકવ્યું હોય.

Image Source

બાબા હરભજન સિંહનો જન્મ જિલ્લા ગુજરાવાલા જે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે ત્યાં 30 ઓગસ્ટ 1946ના રોજ થયો હતો. બાબા હરભજન સિંહ 23 પંજાબ બટાલિયનના એક સિપાહી હતા. એઓ સન 1966માં ભારતીય સેનામાં જોડાયા હતા ભારતીય સેનામાં તેમની કામગીરી જોઈને આ જાબાંઝ સૈનિકને “નાથુલાનો હીરો” તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

Image Source

4 ઓકટોમાબાર 1968ના રોજ હરભજન સીંગ પોતાઈ ટુકડી સાથે જઈ રહ્યા હતા ત્યારે જ એક દુર્ઘટના ઘટી અને તેઓ એક ઊંડા નાળાની અંદર પડી ગયા, જ્યાં તમેનું મૃત્યુ થયું હતું, એ સમયે ના તો તમને મૃત શરીર મળ્યું કે ના કોઈ જાણકારી મળી હતી.

Image Source

પરંતુ ચમત્કાર ત્યારે થયો જયારે બાબા હરભજન સિંહે પોતાના એક મિત્રને સ્વપ્નમાં આવીને પોતાની શબ ક્યાં પડ્યું છે તેના વિશે જાણકારી આપી અને ત્યારબાદ તેનો મિત્ર એ જગ્યાએ પહોંચ્યો હતી અને ત્યાંથી હરભજનનું શબ લઇ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

Image Source

ત્યારથી લઈને આજસુધી લોકોનું એમ માનવું છે કે બાબા હરભજન સિંહની આત્મા સરહદની રક્ષા કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે તેમના મૃત્યુ પછી પણ હરભજન સિંહ સેનાને સમય સમય ઉપર તમામ જાણકારીઓ ઉપલબ્ધ કરાવતા હતા અને સેનાને એલર્ટ પણ કરતાં હતા.

Image Source

ત્યારબાદ સેનાએ બાબાનું એક મંદિર પણ બનાવ્યું, જેની અંદર બાબા હરભજન સિંહની એક ફોટો અને તેમનો સમાન રાખવામાં આવ્યો, સિક્કિમના લોકો જણાવે છે કે બોર્ડર ઉપર થવા વાળી ભારત અને ચીનની ફ્લેગ મિટિંગમાં બાબા હરભજન માટે એક અલગ ખુરશી પણ રાખવામાં આવે છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.