ખબર

અમિતાભ બચ્ચનના અવાજ વળી કોલરટ્યૂન હટાવવાની માંગ, દિલ્હીની હાઇકોર્ટમાં યાચિકા દાખલ

કોરોના  વાયરસ ફેલાવવાની સાથે જ સરકાર પણ તેને રોકવા માટેના પ્રયોસોમાં લાગી ગઈ હતી. આ દરમિયાન જ કોલર ટ્યુન દ્વારા પણ લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારે બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચનના અવાજમાં પણ કોલરટ્યૂન રેકોર્ડ કરીને કોલિંગમાં સાંભળવા મળતી હતી.

Image Source

હવે આ કોલરટ્યૂન વિરુદ્ધ દિલ્હીની હાઇકોર્ટની અંદર તેને બંધ કરવાની યાચિકા દાખલ કરવામાં આવી છે. આ યાચિકાને રાખેશ નામના એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે.આ યાચિકામાં કહેવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન આ કામ માટે ભારત સરકાર પાસેથી પૈસા લે છે.

Image Source

જયારે દેશમાં એવા ઘણા બધા કોરોના વોરિયર્સ હાજર છે જેમેણે કોરોના કાળની અંદર લોકોની દરેક રીતે મદદ કરી છે. એવામાં કોવિડ-19ની જાગૃતતા કાર્યક્રમ માટે મોબાઈલ ઉપર કોલર ટ્યુન અમિતાભ બચ્ચનની જગ્યાએ એ લોકોની હોવી જોઈએ જેમને કોરોના કાળમાં સમાજ માટે સેવા કરી છે.

Image Source

વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કામની અંદર કોરોના વોરિયર્સ આ કામ માટે સરકાર પાસેથી કોઈ પૈસા પણ નહીં માંગે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા આ યાચિકાને સુનાવણી માટે દાખલ કરી દેવામાં આવી છે. દિલ્લી હાઇકોર્ટ અમિતાભ બચ્ચન વાળી કોલર ટ્યુનને હટાવવાની આ યાચીકા પર શુ સુનવણી આપે એ આવનાર સમયમાં જાણવા મળશે, તો આ બાબતે લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા