હેલ્થ

જમ્યા બાદ તરત ના કરો આ 7 કામ, નહિ તો મુકાઈ શકો છો મોટી મુસીબતમાં

આજે લોકો સારા સ્વાસ્થ્ય માટે કેટલાય પ્રયોગો કરતા હોય છે. પરંતુ શરીરને સ્વસ્થ રાખવા માટે ના માત્ર વ્યાયામ કે સારો ખોરાક જરૂરી છે, પરંતુ બીજી પણ ઘણી એવી બાબતો હોય છે જેની તમારે ખાસ કાળજી રાખવી પડે છે, એવી જ એક બાબત છે જમ્યાં બાદ કરવામાં આવતા કેટલાક કામોની જે તમે કરો છો તો તેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. ચાલો જોઈએ એવા 7 કામ વિશે.

Image Source

1. સિગારેટ ના પીવી:
સિગારેટ પીવી એ ખરાબ આદત છે. તેનાથી કેન્સર જેવી બીમારીઓ થઇ શકે છે, પરંતુ જમ્યા બાદ સિગારેટ પીવી ખુબ જ ખતરનાક છે. જમ્યા બાદ એક સિગારેટ 10 સિગારેટના બરાબર હોય છે. તેનાથી કેન્સરનો ખતરો પણ વધે છે.

Image Source

2. જમ્યા બાદ તરત ના ખાવા ફળ:
ઘણા લોકોને જમ્યા બાદ ફળ ખાવાની આદત હોય છે. પરંતુ જો તમે જમીને તરત ફળ ખાવ છો તે તે પેટમાં જ ચોંટી જાય છે. અને યોગ્ય રીતે ઇન્ટેસ્ટાઇન સુધી નથી પહોંચી શકતા જેના કારણે તેમનાથી જે પોષણ મળે છે તે અધૂરું રહી જાય છે. તે આધાર ઉપર કહેવામાં આવે છે કે જમ્યા બાદ ફળોનું સેવન ના કરવું જોઈએ, જમ્યાના થોડા કલાક પહેલા કે પછી ફળ ખાવા જોઈએ.

Image Source

3. ચા/કોફીની આદત જમ્યા બાદ છોડી દો:
ઘણા લોકોને જમીને તરત ચા કે કોફી પીવાની આદત હોય છે, ડોક્ટરોના જણાવ્યા અનુસાર ભોજન લીધા બાદ તરત ચા અથવા કોફી પીવાથી ભોજનમાં રહેલા પ્રોટીન ખતમ થઇ જાય છે અને શરીરને પ્રોટીન મળી શકતું નથી.

Image Source

4. તરત નહાવું નહીં:
જમીને તરત નાહવાથી ઘણા જ ગેફાયદાઓ છે. જમીને તરત નહાવાના કારણે બોડીનું ટેમ્પરેચર અચાનક ઓછું થઇ જાય છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન ઉપર અસર પડે છે. આવું થવા ઉપર જે લોહીને ડાયઝેશનમાં શરીરની મદદ કરવી જોઈએ તે સ્કિનનું તાપમાન બનાવી રાખવા માટે સ્કિનની તરફ આવી જાય છે.

Image Source

5. પાણી ના પીવું:
ખોરાકના પાચન માટે પાણી પીવું ખુબ જ જરૂરી છે. પરંતુ જમીને તરત પાણી પીવું નુકશાન કારક સાબિત થઇ શકે છે. જમીને તરત પાણી પીવાથી ખોરાક પચવામાં તકલીફ થાય છે. માટે જમ્યા બાદ અડધા કલાક પછી જ પાણી પીવું. અને ખાસ ઠંડુ પાણી ના પીવું જોઈએ.

Image Source

6. તરત ચાલવા ના જવું:
ઘણા લોકોએ એવું માનતા હોય છે કે જમીને ચાલવું ખુબ જ સારું છે, હા, ચાલવું એ સારી બાબત છે પરંતુ જમીને તરત નહીં. જમ્યા બાદ ચાલવાથી પાચનક્રિયા ઉપર અસર પડે છે. ચાલવાથી આપણા શરીરની એનર્જી બર્ન થાય છે. પાચનક્રિયા માટે પણ ઉર્જાની આવશ્યકતા હોય છે. એવામાં જમ્યા બાદ ચાલવાથી વિપરીત અસર થઇ શકે છે.

Image Source

7. આલ્કોહોલનું સેવન ના કરવું:
આલ્કોહોલનું સેવન કરવું શરીર માટે ખુબ જ ઘાતક છે, અને એમાં પણ જમ્યા બાદ તરત આલ્કોહોલનું સેવન ડાયજેશન પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે સાથે જ આંતરડાને પણ નુકશાન પહોચાવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.