ખબર

વિસનગરમાં યુવતીની હત્યા કેસનો ભેદ ખુલ્યો! રિક્ષામાં જતી યુવતીની નરાધમ રિક્ષાચાલકે જ પીંખી નાખી ને હત્યા કરી હતી

રિક્ષાવાળો વિજય ઠાકોર યુવતીને ખેતરમાં લઈને દુષ્કર્મ ગુજાર્યું પછી એવી ભયાનક મોત આપ્યું કે તમારી આત્મા ધ્રુજી જશે, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી ઘણીવાર મહિલાઓ અને યુવતિઓ પર તેમજ છેલ્લા થોડા ઘણા સમયથી તો સગીરાઓ અને કિશોરીઓ પર પણ દુષ્કર્મ અને છેડતીના તેમજ તે બાદ હત્યાના કિસ્સા સામે આવે છે. હાલમાં જ કેટલાક દિવસ પહેલા મહેસાણાના વિસનગર તાલુકામાં એક યુવતીની ચકચારી હત્યાનો બનાવ બન્યો હતો.

જે બાદ પોલિસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે યુવતિની લાશ મળી આવવા મામલે પોલિસે હવે ભેદ ઉકેલી નાખ્યો છે. મહેસાણા પોલીસને ચકચારી હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા હાથ લાગી છે. પોલીસે એક રિક્ષાચાલકને ઝડપી પાડ્યો છે ને હત્યાના મામલનો ભેદ ઉકેલી નાખ્યો છે.

જે યુવતીની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી અને લાશને ખેતરમાં છોડી દેવામાં આવી હતી તે યુવતિ જે રિક્ષામાં સવાર થઈને ઘરે જઈ રહી હતી તે જ રિક્ષાના ચાલકે રસ્તામાં યુવતી પર દુષ્કર્મ આચર્યુ અને તેની હત્યા નિપજાવી. ત્યારે પોલિસે આરોપી રિક્ષાચાલક વિજય ઠાકોરની અટકાયત કરી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઘટનાની વિગત જણાવીએ તો, વિસનગરના વાલમ ગામની યુવતી મહેસાણા મોલમાં નોકરી કરતી હતી અને તે દરરોજ પોતાના ગામથી નોકરી માટે અપડાઉન કરતી હતી. જો કે, 25 તારીખે નોકરીએ ગયા પછી તે લાપત્તા બનતા પરિવારજનો દ્વારા શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવી અને તે બાદ 27 તારીખે બાસણા પાસે એરંડાના એક ખેતરમાંથી યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો.

મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે ખસેડવામાં આવ્યો અને તેમાં યુવતીની હત્યા નિપજાવાઈ હોવાનો ખુલાસો થયો. તે બાદ પોલીસે અજાણ્યા વ્યકિત સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યુ કે, જ્યારે 25 તારીખે યુવતિ નોકરીથી ઘરે જવા નીકળી એ દરમિયાન સિવિલ હોસ્પિટલ પાસે વાહનની રાહ જોતી હતી અને તે દરમિયાન જ એક રીક્ષા આવતા તે વિસનગર જવા નીકળી.

જો કે, યુવતીને રીક્ષામાં બેસાડી વિજય ઠાકોર રાત્રે 8 વાગ્યા પછી મહેસાણાથી નીકળ્યો હતો. જ્યાં બાસણા કોલેજ આગળ આવતા જ તેણે પોતાની રીક્ષા કાચા રસ્તે લઇ જઈ એરંડાના ખેતરમાં યુવતિને લઇ ગયો અને ત્યાં તેના પર જબરદસ્તી દુષ્કર્મ આચરી યુવતીને માર માર્યો. તે બાદ યુવતીએ જે કપડા પહેર્યા હતા તે કાઢી ગળેટૂંપો આપી તેની હત્યા નિપજાવી દીધી. દુષ્કર્મ અને હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો.

જો કે, યુવતિ લાપતા થતા પરિવારજનો દ્વારા શોધખોળ બાદ પોલિસને જાણ કરવામાં આવી અને તે બાદ 27 તારીખે યુવતિની લાશ બાસણા પાસે એરંડાના ખેતરમાંથી મળી આવી. પોલિસ પાસે એક મોટો પડકાર એ હતો કે આરોપી સુધી કઇ રીતે પહોંચવું, પણ પોલીસે યુવતી મહેસાણામાં જ્યાં કામ કરતી હતી તે સ્થળથી ઘર સુધી જે પણ સીસીટીવી આવતા હતા તે બધા ચેક કર્યા. તેમાં નજરે પડતા બધા વાહનોની વિગતો મેળવી અને 100 જેટલા વ્યકિતઓની પૂછપરછ પણ કરવામાં આવી. જેમાં એક રિક્ષા શંકાસ્પદ જણાઈ આવતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી અને આખરે પોલિસે હત્યાનો ભેદ ઉકેલી આરોપી રિક્ષાચાલકની ધરપકડ કરી.