ગઈકાલે બનેલી એક દુઃખદ દુર્ઘટમાંનાં ચાલીને પોતાના વતન મધ્યપ્રદેશ જઈ રહેલા શ્રમિકો રાત્રી વિતાવવા અને આરામ કરવા માટે રેલવે તર્ક ઉપર જ સુઈ ગયા અને તેમની સવાર ફરી ક્યારેય ના થઇ, આ દુર્ઘટનામાં 16 શ્રમિકો ઔરંગાબાદમાં એક માલગાડી નીચે કચડાઈને મૃત્યુ પામ્યા ત્યારે આ શ્રમિકોમાં જે શ્રમિકનો જીવ બચી ગયો હતો, અને તેને કાળજું કંપી જાય તેવી આપવીતી જણાવી હતી.

તેને કહ્યું હતું કે: “મેં મારી આંખે આ મૃત્યુનો તાંડવ જોયો, શુક્રવારે જે કંઈપણ થયું તેનાથી હું સ્તબ્ધ છું, મારા 16 સાથી શ્રમિકો જોત જોતામાં ટ્રેનની નીચે કપાઈને મૃત્યુ પામ્યાં.”
આ દુર્ઘટનામાં 16 શ્રમિકો મૃત્યુ પામ્યાં હતા જયારે બચી ગયેલા એક શ્રમિક શિવમ સિંહે જણાવ્યું હતું કે: “તે હવે માધ્ય પ્રદેશ પોતાના વતન જઈ રહ્યો છે અને તેની સાથે 16 સાથી શ્રમિકોના ક્ષત-વિક્ષત થયેલા મૃતદેહ છે. આ દુર્ઘટનાની ભયાનક તસવીરો વારંવાર આંખો સામે આવે છે. જેના કારણે હું સુઈ શકતો પણ નથી. આ દુર્ઘટના ઘટ્યા બાદ મારા પરિવારજનો મારો ફોન ઉપર સંપર્ક કરવા લાગ્યા, પરંતુ ફોનમાં ચાર્જિંગ ના હોવાના કારણે બંધ થઇ ગયો, અમે શ્રમિકોના મૃતદેહની ઓળખ કરવામાં અધિકારીઓની મદદ કરી રહ્યા હતા.”
આ તમામ મજૂરો મહારાષ્ટ્ર્ના જળના સ્થિત એક સ્ટીલ કંપનીમાં કામ કરતા હતા, અને લોકડાઉનના કારણે તે પોતાના વતન જવા માટે 19 મજૂરો સાથે જ પગપાળા નીકળી ગયા હતા. ઔરંગાબાદમાં રેલવે ટ્રેક ઉપર તે આરામ કરવા માટે રોકાયા હતા પરંતુ વહેલી સવારે 5.15 કલાકે એક માલગાડી આવી અને તેમાંથી 16 મજુરોના પ્રાણ લઈને ચાલી ગઈ.

આ ઘટનામાં બચી ગયેલા એક મજૂરના પગમાં દુખાવો હોવાના કારણે તે થોડું ધીંમુ ચાલતો હતો અને બાકીના મજૂરો ઔરંગાબાદમાં વિશ્રામ માટે રોકાયા અને ત્યાં જ સુઈ ગયા, ટ્રેનનો અવાજ આવતા તે મજુરે બૂમો પણ પાડી પરંતુ જોત જોતાંમાંતો ટ્રેન તમેની ઉપર ફરીવળી.
Author: GujjuRocks Team