ફિલ્મી દુનિયા

કપૂર ખાનદાનમાં શરૂ થઇ લગ્નની તૈયારી, સંગીત સેરેમનીમાં અંબાણી પણ પહોંચ્યા હતા – જુઓ તસ્વીરો

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરના પિતરાઈ અરમાન જૈન ફેબ્રુઆરીમાં લગ્નગ્રંથિથી બંધાઈ ગયા છે. લગ્નની નધી રસમો રીત રિવાજોથી કરવામાં આવી હતી. શનિવારે મહેંદી સેરેમનીની રસમ હતી. આ બાદ રવિવારે કપૂર પરિવાર દ્વારા સંગીત સેરેમનીની આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નજીકના દોસ્ત શામેલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by SnehZala (@snehzala) on

કરિશ્મા કપૂરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કરિશ્મા કપૂર ટ્રેડિશનલ ડ્રેસમાં નાચતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં કરિશ્મા કપૂર સિવાય અન્ય પરિવારજનો પણ નજરે આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by TVW NEWS India (@tvwnewsindi) on

સંગીત સેરેમનીમાં અરમાન જૈન અને તેની મંગેતર અનીસા મલ્હોત્રા ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સ્ટેજ પર પહેલા અનીસા ડાન્સ કરી રહી હતી. બાદમાં અરમાન તેનો સાથ આપવા સ્ટેજ પર પહોંચે છે. આ સેરેમનીમાં કપૂર પરિવાર સિવાય શ્વેતા બચ્ચન, સુનિલ શેટ્ટી, કિયારા અડવાણી, ટીના અંબાણી સાથે અન્ય સેલેબ્સ પણ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by WeddingSutra.com (@weddingsutra) on

ખબરોનું માનીએ તો અરમાન જૈન અને અનીસા મલ્હોત્રાની મહેંદી સેરેમનીમાં કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન જોવા મળ્યા ના હતા.અનીસા મલ્હોત્રા પીળા કલરના લહેંગામાં નજરે આવી હતી.

અરમાન જૈનની માતા રીમા જૈન અને પિતા મનોજ જૈન કેમેરાની સામે પોઝ દેતા નજરે આવ્યા હતા. રીમા જૈન રાજ કપૂરની દીકરી છે. રીમાના લગ્ન દિલ્લીના બિઝનેસમેન મનોજ જૈન સાથે થયા છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

જણાવી દઈએ કે, ભાઈની સંગીત સેરેમનીમાં કરિશ્મા કપૂર માતા બબીતા સાથે પોઝ દેતી નજરે આવી હતી. કરિશ્માએ આ દરમિયાન લાલ કલરનો કુર્તો અને પાયજામો પહેર્યો હતો. તો બબીતા ગુલાબી કલરના પારંપરિક ડ્રેસમાં નજરે આવી હતી. કરિશ્મા આ પહેલા અરમાનની મહેંદી સેરેમનીમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

જાણીતા ઉધોગપતિ અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે નજરે આવ્યા હતા. અનિલ અંબાણીની પરિવાર કપૂર પરિવારથી ઘણો નજીક છે. સંગીત સેરેમનીમાં અનિલ અંબાણીએ પીચ કલરના કુર્તા સાથે ઓફ વ્હાઇટ પાયજામો પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

એક્ટ્રેસ કિયારા અડવાણી પણ સંગીત સેરેમનીમાં જોવા મળી હતી. કિયારા ઈન્ડોવેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળી હતી. કિયારાએ પિન્ક કલરનો ડ્રેસ કેરી કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by PeepingMoon (@peeping.moon) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.