મનોરંજન

અનુષ્કાએ શેર કરી પિતાના જન્મદિવસ પર ખૂબ જ સુંદર પોસ્ટ, તસવીરમાં જોવા મળી વામિકા

નાનાના ખોળામાં રમતી જોવા મળી અનુષ્કાની અઢી મહિનાની દીકરી, અભિનેત્રીએ આવી રીતે મનાવ્યો પિતાનો જન્મદિવસ

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ છેલ્લા દિવસોમાં તેના પિતાનો 60મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી અને પિતાને જન્મદિવસની શુભકામના પણ પાઠવી હતી. તેમજ તેણે કેટલીક ન જોયેલી તસવીરો પણ શેર કરી હતી.

Image Source

અનુષ્કા શર્માએ તેના પિતાના જન્મદિવસ પણ ઘણી બધી તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં કેટલીક અનુષ્કાના બાળપણની પણ છે. એક તસવીરમાં વિરાટ અને અનુષ્કા સહિત પૂરા પરિવારની પણ તસવીર છે.

Image Source

અનુષ્કાએ આ પોસ્ટ શેર કરતા લખ્યુ છે કે, મારા પિતાાના 60 ગ્લોરિયસ વર્ષોનો જશ્ન મનાવી રહી છું. મોટા થતા સમયે તેમને ઇમાનદારી, દયા, કોઇ વસ્તુ સ્વીકારવાની અને સાચા હોવાની તાકાત બતાવી. માનસિક શાંતિ પર જોર આપ્યું. જે ઇમાનદારી અને કોઇ ઝંઝટોથી દૂર રહેવાથી મળે છે. તેમણે મને પ્રેેરણા આપી, જે તેમને ખબર પણ નથી. એટલો સપોર્ટ કર્યો કે જે હું કયારેય નહિ કરી શકું. એવી રીતે પ્રેમ કર્યો જે રીતે માત્ર તે જ કરી શકે છે. લવ યુ પપ્પા. તમને 60મા જન્મદિવસની શુભકામનાઓ.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાએ જે તસવીરો શેર કરી છે તેમાં તેણે તેના પિતાની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. તેમાં તેઓની જૂના સમયની યાદોની પણ તસવીરો છે. અનુષ્કાના પિતા આર્મીમાં હતા. એક તસવીરમાં તેના પિતાના ખોળામાં વામિકા પણ જોવા મળી રહી છે.

Image Source

તમને જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. આ કપલ 11 જાન્યુઆરી 2021ના રોજ એક દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા.

Image Source

અનુષ્કા શર્મા હાલ તેનું મધરહુડ એન્જોય કરી રહી છે. આ વચ્ચે તે કોહલી સાથે ક્વોલીટી સમય પણ વીતાવી રહી છે. અનુષ્કા અને વિરાટે તેમની લાડલીનું નામ વામિકા રાખ્યુ છે. જો કે, તેમણે હજી સુુધી મીડિયા સમક્ષ તેમની દીકરીનો ચહેરો બતાવ્યો નથી.