મનોરંજન

BREAKING : શાહરૂખ ખાનના ઘરે ત્રાટકી NCB ટીમ, હજુ એક મોટી અભિનેત્રી પણ….

NCBના અધિકારીઓ શાહરૂખ ખાનના ઘરે પહોંચ્યા છે. આર્યન ખાનની ધરપકડ બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે NCB મન્નત જઈને તપાસ કરશે. ગુરુવારે એટલે કે આજે એનસીબીની ટીમ શાહરૂખના ઘરે પહોંચી હતી. NCBની ટીમ શાહરૂખ ખાનના ઘરે પહોંચતા જ એવી ખબર આવી હતી કે શાહરૂખ ખાનના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. પરંતુ આ બાબતે એક NCBના અધિકારી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. NCBના અધિકારીઓ શાહરૂખ ખાનના ઘરે નોટિસ આપવા ગયા હતા. તેઓ જરૂરી દસ્તાવેજ લેવા ગયા હતા. અને ત્યાં કોઇ દરોડો પાડવામાં આવ્યો નથી તેમ NCB અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, NCB અધિકારી વીવી સિંહ શાહરૂખના ઘરે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તપાસ સાથે સંબંધિત કેટલાક પેપર વર્ક બાકી હતા, જેના માટે તેઓ આવ્યા છે. થોડીવારમાં તેમનું કામ પૂરું કર્યા બાદ NCBની ટીમ મન્નતથી નીકળી ગઈ.

શાહરૂખ ખાનની સાથે એનસીબીની ટીમ પણ બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી. અનન્યા પાંડેના તાર આર્યન ખાનની વોટ્સએપ ચેટ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આવી સ્થિતિમાં એનસીબીના અધિકારીઓ દ્વારા અનન્યાને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.

અનન્યાને 2 વાગ્યે NCB સામે હાજર થવાનું છે. તેમજ એનસીબી દ્વારા અનન્યા પાંડેનો ફોન જપ્ત કરવામાં આવ્યો છે. વીવી સિંહે અનન્યા માટે કહ્યું છે કે સમનનો અર્થ અનન્યાને આરોપી કહેવામાં આવે તેવો નથી. આજે શાહરૂખ આર્થર રોડ જેલમાં પુત્ર આર્યન ખાનને મળવા ગયો હતો. બંનેએ વાત કરી. આર્યન ખાન શાહરૂખને જોઈને રડવા લાગ્યો હતો. બંનેએ ઇન્ટરકોમ સાથે કાચની દિવાલ સામે બેસીને વાતચીત કરી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ વાતચીત 16થી 18 મિનિટ સુધી ચાલી હતી.

બીજી તરફ, એનસીબી આર્યનની જ્યુડિશિયલ કસ્ટડીમાં વધારો કરવાની માંગ કરવાની તૈયારી કરી રહ્યું છે. સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફગાવી દેવાયા બાદ આર્યન ખાનના વકીલોએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. આવી સ્થિતિમાં NCB આ અરજી સામે જવાબ આપવા તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, 20 ઓક્ટોબરે, સેશન્સ કોર્ટે ક્રુઝ ડગ કેસમાં શાહરૂખના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. આર્યનના વકીલે હવે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. આર્યન ખાનના વકીલે જસ્ટિસ નીતિન ડબલ્યુ સામ્બ્રે સમક્ષ જામીન અરજી દાખલ કરી છે. બોમ્બે હાઇકોર્ટ 26 ઓક્ટોબર એટલે કે મંગળવારે આર્યન ખાનની જામીન પર સુનાવણી કરશે. જેનો અર્થ છે કે આર્યને 26 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)