50 વર્ષની ગામડાની બહેને બનાવી દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ, 19 લાખ ફોલોઅર્સ છે અને મહિને કરે છે અધધધ લાખ રૂપિયાની કમાણી, જુઓ

દીકરાઓએ બનાવી મમ્મીની રસોઈ માટે યુટ્યુબ ચેનલ, પહેલા કર્યો ઇન્કાર પણ શરૂઆત કરતા જ આજે 19 લાખ જેટલા ફોલોઅર્સ બની ગયા, દેશ વિદેશમાં પણ લોકો વખાણે છે તેમના ટેલેન્ટને… જુઓ વીડિયો

ઘણા લોકો એવા છે જેમણે પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો છે. તે છતાં પણ તેમને જોઈએ એવી સફળતા નથી મળી. ઘણા લોકો દિવસ રાત મહેનત કરીને પોતાનું નામ મોટું કરવા માંગતા હોય છે. તો ઘણા લોકો એવા પણ હોય છે જેમને તેમની મહેનતનું ફળ ઘણું મોડું મળે છે અને મળે છે ત્યારે તેની ખુશી પણ અપાર હોય છે. આવા ઘણા સફળ લોકોની કહાનીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.

આવી જ કહાની છે ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામની રહેવાસી શશિકલા ચૌરસિયાની. જેઓએ યુટ્યુબ દ્વારા ભારત બહાર પોતાની ઓળખ બનાવી છે. ઉત્તર પ્રદેશના નાના શહેર જૌનપુર ગામની રહેવાસી શશિકલા આજે યુટ્યુબર છે અને તેની ચેનલ અમ્મા કી થાલી અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં પ્રખ્યાત છે.

વર્ષ 2016માં જ્યારે 4જી ઈન્ટરનેટ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે શશિકલાના દીકરાએ તેની તાકાત સમજી લીધી અને મમ્મીને યુટ્યુબ ચેનલ શરૂ કરાવી. શશિકલા ચૌરસિયાએ તૈયાર કરેલું ભોજન બધાને ગમ્યું. મહોલ્લાથી લઈને શેરી સુધીના લોકો શશિકલાના ભોજનના વખાણ કરતા હતા. જ્યારે 4G ઈન્ટરનેટ આવ્યું ત્યારે દીકરાને કેટલાક લોકો પાસેથી ખબર પડી કે યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પૈસા કમાઈ શકાય છે.

આ બાબતે દીકરાએ તેના ભાઈઓ સાથે સલાહ કરી અને માતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી. પહેલા તો શશિકલાએ તેના પુત્રોની વાત ન સાંભળી. પરંતુ ઘણી સમજાવટ બાદ તે વિડિયોની સામે તેની વાનગી બનાવવા માટે રાજી થઈ ગઈ. શશિકલાએ પહેલીવાર બુંદી ખીરનો વીડિયો બનાવ્યો. જોકે તે કેમેરા સામે આવવા માંગતી ન હતી. આવી સ્થિતિમાં તેણે એક શરત મૂકી કે તેનો ચહેરો ના દેખાવવો જોઈ. જોકે, પહેલો વીડિયો માત્ર 15થી 20 લોકોએ જ જોયો હતો. પરંતુ દીકરાઓએ હાર ન માની અને માતાના સ્વાદને દુનિયા સાથે વહેંચતા રહ્યા.

ઘણા વીડિયો બનાવ્યા બાદ શશિકલાના કેરીના અથાણાનો વીડિયો વાયરલ થયો હતો. જે પછી લોકોએ અમ્મા કી થાલી ચેનલને ઘણી જોઈ. શશિકલાના પુત્રોએ અમ્મા કી થાલીનું નામકરણ કરવામાં ઘણો વિચાર કર્યો. શોધ્યા પછી જાણવા મળ્યું કે કિચન નામની ઘણી ચેનલો છે. પણ અમ્મા કે દાદીમાનો સ્વાદ કહેવાની કોઈ ચેનલ નથી. તેથી જ આ ચેનલનું નામ અમ્મા કી થાલી રાખવામાં આવ્યું. આજે તેઓ દર મહિને 1 લાખથી વધારેની કમાણી કરે છે.

Niraj Patel