મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ રહી ચુકેલી આ યુવતીએ મોડેલિંગ છોડીને ફક્ત 10 મહિનામાં કરી UPSCની તૈયારી, આજે છે IAS ઓફિસર, જાણો સફળતાની કહાની

અભિનેત્રીઓને પણ ટક્કર આપે એવા ચહેરા વાળી આ કોઈ મોડલ નથી પરંતુ છે IAS ઓફિસર, દેશની સેવા માટે મોડેલિંગ પણ છોડી દીધું… જાણો તેમના જીવન વિશેની અવનવી વાતો

UPSC અને GPSCની પરીક્ષા પાસ કરવી સહેલી નથી હોતી. તેને પાસ કરવા માટે ઘણા લોકો દિવસ રાત તનતોડ મહેનત પણ કરતા હોય છે. તેમાંથી ઘણા ઓછા લોકો એવા હોય છે જે આ પરીક્ષા પાસ કરી શકે છે. પરંતુ જે લોકોએ આ પરીક્ષા પાસ કરીને IAS કે IPSની પોસ્ટ મેળવી લીધી છે તેમની સફળતાની કહાની ઘણા લોકો માટે પ્રેરણા સમાન પણ બની જતી હોય છે.

આજે અમે એક એવી જ મહિલા IAS અધિકારીની વાત કરવા જઈ રહ્યા છે જેને આઈએએસ બનાવ માટે મોડેલિંગ પણ છોડી દીધું.  અમે વાત કરી રહ્યા છીએ IAS ઓફિસર ઐશ્વર્યા શિયોરાનની, જેણે વર્ષ 2015માં મિસ દિલ્હીનો ખિતાબ પણ જીત્યો હતો. આ સિવાય તે આગામી વર્ષ 2016માં ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે.

રાજસ્થાનના ચુરુની રહેવાસી ઐશ્વર્યાએ કોઈપણ કોચિંગની મદદ વિના આ સ્થાન હાંસલ કર્યું છે. ઐશ્વર્યાએ માત્ર 10 મહિનામાં જ UPSC સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરી લીધી હતી. આ માટે તેણીએ ઘરે રહીને તૈયારી કરી હતી, જેના પરિણામે તે પ્રથમ પ્રયાસમાં જ ઓલ ઇન્ડિયામાં 93મો રેન્ક મેળવીને IAS ઓફિસર બની હતી.

જણાવી દઈએ કે ઐશ્વર્યા યુપીએસસીની તૈયારી કરતા પહેલા મોડલિંગ કરતી હતી. તેણીની મોડેલિંગ કારકિર્દી પણ સારી રીતે ચાલી રહી હતી અને તે વર્ષ 2014માં દિલ્હીના સ્વચ્છ અને સ્પષ્ટ તાજા ચહેરા તરીકે ચૂંટાઈ હતી. આ પછી, તેણે આ જ રીતે મોડેલિંગમાં ઘણા મોટા પદો હાંસલ કર્યા હતા, પરંતુ તેમ છતાં તેણે મોડેલિંગ છોડીને UPSCની તૈયારી કરવાનો નિર્ણય કર્યો.

તેણે વર્ષ 2018માં સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી અને તૈયારીના 10 મહિનામાં પરીક્ષા પાસ કરીને સફળતા હાંસલ કરી. જણાવી દઈએ કે ઐશ્વર્યાનો પરિવાર શરૂઆતથી જ દિલ્હીમાં રહેતો હતો. તે અભ્યાસમાં ખૂબ જ સારી હતી. તેને તેનો પ્રારંભિક અભ્યાસ સંસ્કૃતિ સ્કૂલ, ચાણક્યપુરી, દિલ્હીમાંથી કર્યો હતો.

તેણે 12મા બોર્ડની પરીક્ષામાં 97.5 ટકા માર્ક્સ મેળવીને ટોપ કર્યું. 12મા ધોરણ પછી, તેણે દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી સ્નાતક કર્યું. આ પછી, દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, ઐશ્વર્યાએ વર્ષ 2018માં CAT (CAT 2018)ની પરીક્ષા પણ આપી હતી અને તે IIM ઈન્દોરમાં પણ સિલેક્ટ થઈ ગઈ હતી, પરંતુ તેણે એડમિશન લીધું ન હતું, કારણ કે તેનું સંપૂર્ણ ધ્યાન સિવિલ એન્જિનિયરિંગ પર હતું.

Niraj Patel