8 મહિનાની પ્રેગ્નેટ છું, બોયફ્રેન્ડે મારી જ મિત્ર….પ્રેમમાં મળ્યો દગો તો સોશિયલ મીડિયા પર ધ્રુસકેને ધ્રુસકે રડી મહિલા

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

સંબંધ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો હોય કે પતિ-પત્નીનો, જો એક પાર્ટનર તરફથી દગો મળે તો બીજો સંપૂર્ણ રીતે તૂટી જાય છે. ઘણી વખત લોકો દગા માટે ખરાબ બદલો લેતા હોય છે પરંતુ ઘણા લોકો પરિસ્થિતિને સ્વીકારવામાં અસમર્થ પણ હોય છે. તાજેતરમાં જ્યારે એક મહિલા સાથે આવું કંઈક થયું ત્યારે તે સોશિયલ મીડિયા પર બધાની સામે રડી પડી. ઈન્સ્ટાગ્રામ પર એક મહિલાનો હ્રદયસ્પર્શી વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ક્રિસ્ટન કેલી (Kristen Kelly) નામની આ મહિલાએ રડતા રડતા કહ્યું- હું જેની સાથે સાત વર્ષથી છું તે બોયફ્રેન્ડ Cris મારી પોતાની ફ્રેન્ડ Kalyn સાથે મળી દગો આપી રહ્યો છે. તે બંને $6,000ની મેક્સિકોની ટ્રીપ પર સાથે ગયા હતા જે મેં મારા પરિવાર માટે લીધી હતી. ક્રિસે કહ્યું હતું કે તે આ વીકએન્ડ પર કામ કરશે પરંતુ તે મને દગો આપી રહ્યો છે.

ધ્રુસકેને ધ્રુસકે રડતા ક્રિસ્ટને કહ્યું- હું 8 મહિનાની ગર્ભવતી છું અને અમારું બીજું બાળક થવાનું છે. એવામાં તેનું પાસ થવું ખૂબ જ જરૂરી હતું. અમારી પહેલી પુત્રી ઓટિસ્ટિક છે અને હું લેબર પેઇનની સ્થિતિમાં તેને બેબી સિટર પાસે નથી છોડી શકતી. તેઓ બંને ટ્રીપ પર ગયા હતા અને જ્યાં તેઓનો અકસ્માત થયો અને મને આ બધું GoFundMe પેજ પરથી જાણવા મળ્યું. જ્યાં Kalyn નો પરિવાર બંનેની સારવાર માટે ક્રાઉડ ફંડિંગ એકત્ર કરી રહ્યો છે.

હું મારા માટે એટલુ બેવકૂફ મહેસૂસ કરી રહી છુ કે હું સમજાવી શકતી નથી. આ બધું કહેતી વખતે ક્રિસ્ટન ખૂબ રડી હતી. તેનો વીડિયો TikTok પર 12 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. ક્રિસ્ટને અન્ય એક વીડિયોમાં જણાવ્યું કે તેણે તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું છે. તેણે કહ્યું- જો તે મને પ્રેમ કરતો હોત તો તેણે આવું ક્યારેય ન કર્યું હોત.

 

View this post on Instagram

 

A post shared by PMW TV (@pmwtv)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina