આ મહિલા IASએ લાલ સાડીમાં કર્યું રેમ્પ વૉક, જોઈને લોકો પણ હલબલી ગયા, ક્લાસ 1 ઓફિસરની સુંદરતાથી કાયલ થયા દેશવાસીઓ

ક્લાસ 1 ઓફિસરની સુંદરતાથી કાયલ થયા દેશવાસીઓ, રેમ્પ વૉકનો વીડિયો સામે આવતા જ થયો કોમેન્ટનો વરસાદ.. જુઓ

ઇન્ટરનેટ પર ઘણા  IAS અને IPS અધિકારીઓની કહાનીઓ વાયરલ થતી હોય છે. ઘણા અધિકારીઓ એવા પણ છે જેમણે અથાગ સંઘર્ષ અને મહેનત દ્વારા આ મુકામ હાંસિલ કર્યું છે. કારણે કે UPSC અને GPSCની પરીક્ષાઓ પાસ કરવી કોઈ સરળ વાત નથી હોતી, આ પરીક્ષા પાસ કરવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે અને પોતાના મોજ શોખ છોડીને દિવસ રાત એક કરવા પડે છે. તે છતાં પણ ઘણા ઓછા લોકો આ પરીક્ષામાં પાસ થાય છે.

આવી જ એક કહાની છે IAS સોનલ ગોયલની. આ પરીક્ષા પાસ કર્યા બાદ સોનલ ગોયલે IAS બનવાનો રસ્તો નક્કી કર્યો. જણાવી દઈએ કે સોનલ ગોયલને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર IAS સોનલ ગોયલને 7.7 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

સોનલ ગોયલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેના પર થોડા જ કલાકોમાં હજારો લાઈક્સ આવી ગઈ છે અને કોમેન્ટ બોક્સ લોકોની કોમેન્ટ્સથી ભરાઈ રહ્યું છે.

વીડિયોમાં સોનલ ગોયલ લાલ સાડીમાં રેમ્પ વોક કરતી જોવા મળે છે, જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા. રેમ્પ વોક દરમિયાન IAS ઓફિસર સોનલ ગોયલની સામે મોટી મોડલ્સ પણ ફિક્કી દેખાશે, જે ફેશન ઇવેન્ટમાં IASએ રેમ્પ વોક કર્યું તે IASOWA ટીમ અને મિસ શાઇના NC દ્વારા આયોજિત કરવામાં આવી હતી. તેની થીમ ‘વૉક ફોર અ કોઝ’ હતી.

સોનલ ગોયલ શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ, દિલ્હી યુનિવર્સિટી (DU)માંથી સ્નાતક થયા. આ પછી તેમણે એલએલબીની ડિગ્રી મેળવી છે. UPSC પાઠશાલાના અહેવાલ મુજબ, સોનલ ગોયલે કહ્યું હતું કે તેને સિવિલ સર્વિસ એક્ઝામ વિશે કંઈ ખબર નથી, પરંતુ તેણે એક મેગેઝિનમાં તેના વિશે વાંચ્યું અને સખત મહેનત કરીને પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Sonal Goel IAS (@iassonalgoel)

IAS સોનલ ગોયલ હરિયાણાના પાણીપતની છે. સોનલ ગોયલ જણાવે છે કે તેના પિતાએ તેને UPSC સાથે પ્લાન B તૈયાર રાખવા કહ્યું હતું પરંતુ સોનલ ગોયલે UPCACમાં 13મો રેન્ક મેળવીને IAS બનવાનું સપનું સાકાર કર્યું.

Niraj Patel