કાજોલના દાંતમાં લાગી લિપસ્ટિક તો કેમેરા સામે જ આંગળીથી કરવા લાગી સાફ, લોકો બોલ્યા- આટલા પૈસા છે તો પણ સસ્તી

કાજોલે આંગળીથી કર્યા દાંત સાફ તો ઇન્સ્ટા યુઝરે કરી એવી એવી ફની કમેન્ટ્સ કે…જુઓ વીડિયો

બોલિવુડ એક્ટ્રેસ કાજોલ તેના ચુલબુલા સ્વભાવ માટે જાણિતી છે. ફિલ્મોમાં પોતાની અદાકારી સાથે સાથે સાથે તેનો સ્વેગ ચાહકોને ઘણો પસંદ આવે છે. કાજોલ એ અભિનેત્રીઓમાંની એક છે, જે સોશિયલ મીડિયા પર કેટલીકવાર ફની વીડિયો પણ શેર કરી છે. જો કે, કેટલીકવાર તે ટ્રોલ પણ થઇ જાય છે. ત્યારે હાલમાં જ કાજોલનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને યુઝર્સ એક્ટ્રેસ પર ફની કોમેન્ટ કરી રહ્યા છે.

આ વીડિયોમાં કાજોલ કેમેરા સામે જ દાંત સાફ કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ બોબી દેઓલ અને કાજોલે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઘટનાની કેટલીક ક્લિપ્સ પેપરાજી વિરલ ભયાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ક્લિપ્સના નાના ભાગમાં કાજોલ કોઈની સાથે વાત કરતી જોવા મળે છે અને વાત કરતી વખતે તે પોતાની આંગળીઓ વડે દાંત સાફ કરે છે. આ કરતી વખતે કાજોલ ખૂબ જ ફની દેખાઈ રહી છે અને આ કારણથી ઈન્સ્ટાગ્રામ યુઝર્સે ફની કોમેન્ટ્સ પણ કરી છે.

કાજોલના આ વીડિયો પર ઘણી ફની કોમેન્ટ આવી રહી છે. હાલમાં જ કાજોલ અને બોબી દેઓલ બંને મુંબઈમાં એક સ્કૂલ પ્રોગ્રામમાં સાથે જોવા મળ્યા હતા. બંને એકબીજાને પ્રેમથી ગળે લગાવતા પણ વીડિયોમા જોવા મળે છે. જો કે, વીડિયોના અન્ય ભાગમાં કાજોલ એક મહિલા સાથે વાત કરતી વખતે આંગળી વડે દાંત સાફ કરતી જોવા મળે છે અને વીડિયો જોઈને લોકો માને છે કે તેના દાંત પર લિપસ્ટિક લાગી ગઇ હશે અને તે તેને સાફ કરી રહી હશે. જો કે, કાજોલની મોમેન્ટ કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને પછી લોકોએ આના પર જોરદાર કમેન્ટ કરી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક યુઝરે લખ્યું , ‘આટલા પૈસા હોવા છતાં પણ તે સસ્તી લિપસ્ટિક વાપરે છે.’ બીજાએ કહ્યું, ‘કાજોલ ફેબ્યુલસ છે, કોઈ ટ્રેંટમ નથી, એકદમ મસ્ત’. બીજાએ લખ્યું- ‘તમે અહીં પાયજામો ન પહેર્યો સારું થયું… નહીં તો લગ્નમાં પાયજામો પહેરીને ચાલી ગઇ હતી. બીજાએ લખ્યું- ‘મને લાગ્યું કે આવું ફક્ત મારી સાથે જ થાય છે.’ અન્ય એક યુઝરે કહ્યું છે કે, ‘ઘણી વખત તે વાસ્તવિક જીવનમાં તેના પાત્ર અંજલિ જેવી લાગે છે. જો કે, કેટલાક લોકો બોબી અને કાજોલ બંનેને સાથે જોઈને ‘આશ્રમ 4’ની જોડી પણ કહી રહ્યા છે.

Shah Jina