1 કરોડ રૂપિયાની ગાડીમાં સ્પોટ થઇ મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસા
મોનાલિસાની ચમકી કિસ્મત, પહેલા માતાને અપાવી સોનાની ચેન- હવે એક કરોડની કારમાં કરી રહી છે સફર
મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસાનો તાજેતરમાં જ પહેલો મ્યુઝિક વીડિયો રિલીઝ થયો. મહાકુંભ વાયરલ ગર્લ તરીકે પ્રખ્યાત 16 વર્ષની મોનાલિસા ભોંસલે મધ્યપ્રદેશની છે. થોડા સમય પહેલા મોનાલિસા ખૂબ મહેનત કરતી અને રુદ્રાક્ષની માળા વેચતી હતી, જો કે તે હવે લક્ઝરી કારમાં મુસાફરી કરી રહી છે.
તાજેતરમાં જ વાયરલ ગર્લ મોનાલિસા સુપર લક્ઝરી કારમાં જોવા મળી હતી. કેટલાક ઇન્સ્ટાગ્રામ પેજ પર દાવો કરવામાં આવ્યો છે કે મોનાલિસાની આ કારની કિંમત 1 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં તેના ચાહકો મોનાલિસાની સફળતા જોઈને ખૂબ ખુશ છે. અગાઉ પણ મોનાલિસાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે મોનાલિસા કારમાં બેઠી છે અને બહાર એક માણસ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે.
પહેલો મ્યુઝિક વીડિયો રિલીઝ થયા પછી મોનાલિસા વધુ લોકપ્રિય થઈ ગઈ છે. હવે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ તેની કમાણી વિશે જાણવા માટે ઉત્સુક છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુમાં, જ્યારે તેને તેની આવક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો. ઇન્ટરવ્યુમાં મોનાલિસાએ કહ્યું, ‘બાબા મહાકાલ અને ગંગા મૈયાના આશીર્વાદથી થોડા પૈસા આવી રહ્યા છે અને જો લોકો જે કહે છે તે સાચું પડે તો કરોડો-અબજો આવે તો પણ સારું છે.’
મોનાલિસાનું સાદગી ગીત સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગયુ, અને દર્શકો મોનાલિસાના આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. મ્યુઝિક વીડિયોમાં મોનાલિસા પણ સફેદ ફૂલોના લહેંગામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. મોનાલિસા તેની સફળતાને કારણે ઘણી ચર્ચામાં છે.