બ્લેક ચડ્ડો અને ગંજી પહેરીને કૃણાલ પંડ્યા સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, લોકોએ કહ્યું, “IPLની તૈયારી જોરશોરમાં ચાલુ થઇ ગઈ.. જુઓ વીડિયો

પોતાના ઘરની અંદર નાના બાળકોની જેમ ભાઈ કૃણાલ સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા.. વીડિયોએ જીત્યા ચાહકોના દિલ.. જુઓ

ભારતીય ટી-20 ટીમના કપ્તાન અને ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા તેની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. તેણે ધાકડ બોલિંગ અને બેટિંગ દ્વારા દુનિયાભરમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે. ત્યારે થોડા સમય પહેલા જ હાર્દિકે તેની પત્ની નતાશા સાથે ઉદયપુરમાં ફરીવાર લગ્ન કર્યા હતા અને લગ્નને લઈને પણ તે ખુબ જ ચર્ચામાં આવ્યો હતો.

ત્યારે હાલ હાર્દિક ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થઈ રહી છે. આ સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. હાર્દિક પંડ્યા અને એમએસ ધોની કેપ્ટન તરીકે આમને-સામને હશે.

ત્યારે આવા સમયે હાર્દિક પંડ્યાનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા સાથે ઘરમાં જ ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે.  શુક્રવારે 10 માર્ચના રોજ હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં બંને ભાઈઓ તેમના ઘરમાં ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, આ વીડિયોની શરૂઆતમાં હાર્દિક જોરદાર ડાન્સ કરતો પણ જોવા મળી રહ્યો છે.

આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં અક્ષય કુમારનું ગીત ‘મેં ખિલાડી તુ અનાડી..’ પણ વાગી રહ્યું છે. આ દરમિયાન બંને ભાઈઓ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. તેમજ કૃણાલે પોસ્ટને કેપ્શન આપ્યું, ‘પંડ્યા હાઉસમાં મસ્તી.’ પંડ્યા બ્રધર્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ભારતીય ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે જ ઘણા લોકો તેના પર પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

હાર્દિક પંડ્યા હાલમાં બ્રેક પર છે, તે હાલ ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ભાગ નથી. પરંતુ તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં રમતો જોવા મળશે. પ્રથમ વનડેમાં રોહિત શર્માની ગેરહાજરીમાં, હાર્દિક ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. તમને જણાવી દઈએ કે હાર્દિકે પોતાની કેપ્ટનશિપમાં તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાને શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં 2-1થી જીત અપાવી હતી.

Niraj Patel
error: Unable To Copy Protected Content!