છોલાયેલી પીઠ અને હાથમાં લાકડી લઈને સ્વિમિંગ પુલમાં ઉતર્યો ઋષભ પંત, લોકો “ફાઈટર કમબેક કરી રહ્યો છે…”, જુઓ વીડિયો

છોલાયેલી પીઠ અને તૂટેલું શરીર લઈને સ્વિમિંગ પુલમાં ઉતર્યો ઋષભ પંત, જોવા મળ્યો ક્યારેય હાર ના માનનારો જજબો. જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને ગત ડિસેમ્બર મહિનામાં અકસ્માત થયો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો. ત્યાર બાદ તેની સારવાર ચાલી રહી છે અને હાલ તે ક્રિકેટથી દૂર છે. ત્યારે આ દરમિયાન ઋષભ તેની હેલ્થ અપડેટ પણ શેર કરતો રહે છે. હાલમાં જ ઋષભે સ્વિમિંગ પુલનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે છોલાયેલી પીઠ અને હાથમાં લાકડી લઈને પુલમાં ઉતરતો જોવા મળી રહ્યો છે.

ક્રિકેટર ઋષભ પંતે સ્વિમિંગ પુલમાં તેના રિકવરી સેશનનો બીજો વીડિયો શેર કર્યો છે. પંતને સ્વિમિંગ પૂલની અંદર ચાલતા જોઈ શકાય છે. વીડિયો શેર કરતા પંતે કેપશનમાં લખ્યું, “નાની વસ્તુઓ, મોટી વસ્તુઓ અને વચ્ચેની દરેક વસ્તુ માટે આભાર.” 15 માર્ચે પંતે આ વીડિયો શેર કર્યો હતો. આમાં તે તેની છોલાયેલી પીઠ લઈને સ્વિમિંગ પૂલમાં ગયો. જોકે પાણીની અંદર તે લાકડીના સહારે ચાલતો જોવા મળ્યો હતો.

આ દરમિયાન તેની પીઠ પર ઈજાના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ વીડિયો સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “નાની વસ્તુઓ, મોટી વસ્તુઓ અને વચ્ચે આવતી દરેક વસ્તુ માટે આભાર.” આ સાથે તેણે હાથ ફોલ્ડ કરીને ઈમોજી બનાવ્યું. આ પહેલા પણ ઋષભ તેની હેલ્થ અપડેટ શેર કરી ચુક્યો છે.

દુર્ઘટનાના લગભગ 40 દિવસ પછી, તેણે કાંખઘોડી સાથે ચાલતી પોતાની એક તસવીર શેર કરી. તેણે કેપ્શનમાં લખ્યું છે  “એક પગલું આગળ, એક પગલું મજબૂરી તરફ, એક પગલું વધુ સારું.” ઋષભ પંત તેની ઈજાને કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી પણ બહાર થઈ ગયો હતો.

ઋષભને 30 ડિસેમ્બર, 2022 ના રોજ ઉત્તરાખંડના રૂરકીમાં તેના હોમ ટાઉન તરફ ડ્રાઇવિંગ કરતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો. તેની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી. ક્રિકેટરને તેના કપાળ પર બે કટ, તેના જમણા ઘૂંટણ, પગની ઘૂંટી, પગ અને પીઠમાં અસ્થિબંધન ફાટી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)

Niraj Patel