લડ્યા-ઝઘડ્યા, એકબીજાની ઇર્ષ્યા પણ કરતા પરંતુ…મિત્ર સતીશને યાદ કરી ઇમોશનલ થયા અનુપમ ખેર- જઓ વીડિયો

મિત્ર સતીશ કૌશિકને યાદ કરી ભાવુક થઇ ગયા અનુપમ ખેર, બોલ્યા- રોજ સાંજે 8 વાગ્યે ફોન કરતો, હવે શું કરું ? જુઓ વીડિયો

બોલિવુડ અભિનેતા સતીશ કૌશિકના નિધનથી પૂરી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. કોઇને પણ વિશ્વાસ નથી થઇ રહ્યો કે હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા. ખાસ મિત્ર સતીશ કૌશિકને ખોવાનું ગમ અનુપમ ખેરના ચહેરા પર સ્પષ્ટ જોઇ શકાય છે. આ વચ્ચે અનુપમ ખેરે સતીશ કૌશિકની યાદમાં એક ઇમોશનલ વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે જણાવ્યુ કે સતીશ કૌશિક યારોના યાર હતા. તેમના વચ્ચે લડાઇ-ઝઘડા થતા પણ રોજ સવારે ફોન પર એકબીજા સાથે તેઓ વાત કરતા હતા.

અનુપમ ખેરે કહ્યુ કે, સતીશ કૌશિક સાથે 45 વર્ષ જૂની મિત્રતા માત્ર મિત્રતા જ નહીં પરંતુ આદતમાં બદલાઈ ગઈ હતી. તેcણે કહ્યું કે કોઈ પણ આદત સરળતાથી છૂટતી નથી, કંઈક આવું જ તે સતીશના ગયા પછી અનુભવી રહ્યા છે. અનુપમ ખેરે કહ્યું કે આજે જ્યારે તેમને કંઈક ખાવું હતું અને શું ખાવું તે સમજાતું નહોતું, તો આવી સ્થિતિમાં તે તેમના મિત્ર સતીશને ફોન કરવા જઈ રહ્યા હતા. અનુપમ તેમની મિત્રતાના દિવસોને યાદ કરતા કહે છે કે, સતીશ અને તે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં સાથે જોડાયા હતા,

તેમણે સાથે સંઘર્ષ કર્યો અને સાથે ફિલ્મોમાં અભિનય પણ કર્યો. સતીશ પહેલા મુંબઈ ગયા હતા, હોસ્ટેલમાં રહેતા તે સતીશના ઘરે ખાવા માટે જતા અને એકબીજા પ્રત્યે ઈર્ષ્યા અનુભવતા હતા. તેઓ એકબીજા સાથે લડતા પણ દરરોજ સવારે એકબીજાને ફોન કરતા હતા. અનુપમે કહ્યું કે સતીશ યારોનો યાર હતો અને તે હંમેશા તેને ખુશ જોવા માંગતો હતો. અનુપમ કહે છે કે તે આ વીડિયો એટલા માટે બનાવી રહ્યા છે જેથી તે જીવનમાં આગળ વધી શકે, જો કે સતીશ વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ હશે, પરંતુ આ જ જીવન જીવવાની રીત છે.

ભારે હૃદય સાથે અનુપમ ખેરે કહ્યું કે તેમણે વિચાર્યું કે જો તે તેમના મનની વાત કરી શકે, તો તેને તે ગમશે અને તેથી આ વીડિયો બનાવવાનું નક્કી કર્યું. અનુપમે કહ્યું કે સામાન્ય રીતે તેઓ આ રીતે સતીશ વિના ક્યારેય આગળ વધી શકશે નહીં, પરંતુ તેઓએ તે કરવું પડશે જેથી સતીશ ખુશ થાય કારણ કે તે પણ તે જ ઈચ્છશે. અનુપમ ખેરે કહ્યું કે સતીશ જ્યાં પણ હશે, તે માત્ર ખુશ જ નહીં હોય, પરંતુ આ સમયે તેને મારી ઈર્ષ્યા પણ થતી હશે અને કહેતા હશે કે તે મને બહેતર કર્યો. સતીશ કૌશિક ખૂબ જ દયાળુ વ્યક્તિ, ખૂબ જ મજબૂત વ્યક્તિ અને એક મહાન મિત્ર હતા.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

અનુપમ ખેરે કહ્યું કે જીવન સાથે આગળ વધતી વખતે અને જીવનના આ અધ્યાયને સ્વીકારતી વખતે, તે ખુશ રહેવાનો પ્રયત્ન કરશે કારણ કે સતીશ પણ તેના માટે એવું જ ઈચ્છશે. અનુપમે કહ્યું કે તેમના સૌથી પ્રિય મિત્ર સતીશ હંમેશા તેમના હૃદયમાં રહેશે. અનુપમ ખેર સતીશ કૌશિકને યાદ કરીને ખૂબ જ ઇમોશનલ થઇ જતા જોવા મળી રહ્યા છે. અનુપમ ખેર અને સતીશ કૌશિક દરરોજ રાત્રે કે સવારે 8 કે 8.30 વાગ્યે એકબીજાને ફોન કરીને વાતો કરતા હતા. હવે જ્યારે સતીશ કૌશિક નથી રહ્યા, ત્યારે અનુપમ ખેર આ નુકસાનમાંથી કેવી રીતે સાજા થાય તે સમજાતું નથી.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

Shah Jina