ખબર ખેલ જગત

રીવાબા જાડેજાએ આ વ્યક્તિની સગાઈમાં પહોંચીને લગાવ્યા ચાર ચાંદ, પતિ રવિન્દ્ર જાડેજાએ પણ વીડિયો કોલમાં આપી શુભકામનાઓ… જુઓ તસવીરો

સગાઈના ફંક્શનમાં ખુશ ખુશાલ જોવા મળ્યા રીવાબા જાડેજા.. રવિન્દ્ર જાડેજાએ પણ આપી ઓનલાઇન હાજરી, જુઓ સગાઈની શાનદાર તસવીરો

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા તેની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. જાડેજા હાલ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી વન-ડે શ્રેણીનો ભાગ છે. તેને પહેલી વનડે મેચમાં બેટ અને બોલથી ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેના કારણે જ તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

રવિન્દ્ર જાડેજા તેમની રમત ઉપરાંત તેમના અંગત જીવનને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. તેમના ધર્મપત્ની રીવાબા જાડેજા પણ ખુબ જ ખ્યાતનામ વ્યક્તિત્વ ધરાવે છે. તે ધારાસભ્ય હોવાની સાથે સાથે એક સમાજ સેવક પણ છે અને તેઓ વાર તહેવાર ઘણા બધા સેવકીય કાર્યો દ્વારા માનવતા મહેકાવતા હોય છે.

પરંતુ હાલમાં રીવાબા કોઈ સામાજિક સેવાકીય કાર્ય કરવા નહિ પરંતુ એક સગાઈમાં પહોંચ્યા હતા. રીવાબાએ આ સગાઈના પ્રસંગની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં તે સગાઈના બંધનમાં બંધાઈ રહેલા મનદીપ સિંહ જાડેજાને શુભકામનાઓ આપતા જોવા મળી રહ્યા છે.

આ તસવીરો પોસ્ટ કરવાની સાથે રીવાબાએ એક કેપશન પણ લખ્યું છે, જેમાં તેમને જણાવ્યું છે કે, “મનદીપસિંહ જાડેજાની સગાઈ પ્રસંગે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નિલેશભાઈ ઉદાણી તેમજ મહેન્દ્રસિંહ ચૌહાણ સાથે તે ઉપસ્થિત રહી, તેમને સફળ ભવિષ્યની શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા.”

રીવાબાએ આગળ એમ પણ લખ્યું છે કે, “મા આશાપુરા આપની સૌ મનોકામના પરિપૂર્ણ કરે અને આપનું નવું જીવન સમૃદ્ધિ લાવનારું બની રહે એવી માં આશાપુરાને પ્રાર્થના.” ત્યારે રીવાબા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

રીવાબા દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે, તે મનદીપસિંહ જાડેજાને સગાઈનું શ્રીફળ અર્પણ કરી રહ્યા છે. સાથે જ પરિવારના અન્ય સદસ્યો સાથે પોઝ પણ આપી રહ્યા છે. આ ઉપરાંત એક તસવીરમાં રવિન્દ્ર જાડેજા પણ વીડિયો કોલ દ્વારા મનદીપસિંહ જાડેજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.

રીવાબા તેમના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ સક્રિય રહે છે અને અવાર નવર પોતાના સેવાકીય કાર્યો સાથે સાથે પરિવારની ઉજવણીની તસવીરો પણ પોસ્ટ કરતા રહે છે. જેને ચાહકો ખુબ જ પસંદ કરે છે. થોડા સમય પહેલા જ તેમને પતિ રવિન્દ્ર જાડેજા સાથે હોળીની ઉજવણી કરતી તસવીરો પણ પોસ્ટ કરી હતી.

ત્યારે વર્લ્ડ કપ પહેલા જ સર્જરીના કારણે ભારતીય ક્રિકેટ ટીમથી દૂર થેયલા રવિન્દ્ર જાડેજાએ પણ હવે સર્જરી બાદ ભારતીય ટીમમાં જબરદસ્ત કમબેક કર્યું છે. પહેલા ટેસ્ટ શ્રેણીમાં બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે વનડે પણ તેમનું ફોર્મ તે બતાવી રહ્યા છે. ટૂંક સમયમાં આઇપીએલમાં પણ જાડેજાનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળશે.