રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની જુગલબંધીનો વીડિયો રીવાબાએ કર્યો શેર, અક્ષય કુમારના ડાયલોગ પર અનોખો અભિનય, જુઓ

ક્રિકેટમાં ધુંઆધાર પર્ફોમન્સ બાદ હવે અભિનયનમાં પણ રવિન્દ્ર જાડેજાએ જીત્યા ચાહકોના દિલ, અશ્વિને પણ ભજવ્યો મહત્વનો કિરદાર.. જુઓ વીડિયો

બોલીવુડના કલાકારોની જેમ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું પણ એક મોટું ફેન બેઝ છે. ચાહકો તેમને પણ ખુબ જ પ્રેમ આપે છે અને તેમની રમતના દીવાના હોય છે. ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓ પોતાના નવરાશના સમયમાં કેટલીક વાર એવા કામ કરતા હોય છે જેના વીડિયો તેમના ચાહકોના દિલ જીતી લેતા હોય છે.

હાલમાં જ ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણી યોજાઈ. જેને ભારતે 2-1થી જીતી લીધી. આ સિરીઝની છેલ્લી મેચ અમદાવાદમાં યોજાઈ અને આ મેચ ડ્રો ગઈ હતી. ત્યારે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને પણ પોતાનું શાનદાર પર્ફોમન્સ મેદાન પર બતાવ્યું હતું.

ત્યારે હાલમાં જ રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબાએ તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં જાડેજા અને અશ્વિન બંને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે, બંને અભિનેતા અક્ષય કુમારના એક ડાયલોગ પર એક્ટિંગ કરી રહ્યા છે. જેને હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા એક ટેબલ પર બેઠા છે અને કોઈ વસ્તુની વહેંચણી કરી રહ્યા છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં અક્ષય કુમારનો ડાયલોગ “એક તેરા એક મેરા…” ચાલી રહ્યો છે. જેના બાદ છેલ્લે ફિલ્મ “RRR” નાટુ નાટુ ગીત પણ પ્લે થતું જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Rivaba Jadeja (@rivabajadeja)

ત્યારે રવિન્દ્ર જાડેજા અને રવિચન્દ્રન અશ્વિનની આ બોન્ડિંગને લોકો હવે ખુબ જ વખાણી રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટ કરીને રવિન્દ્ર જાડેજાને ચાલાક પણ કહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ હવે ભારતની નજર વન-ડે શ્રેણી પર પણ રહેવાની છે. 17 માર્ચના રોજ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝની પહેલી મેચ રમાશે.

Niraj Patel