ત્રીજી પત્નીએ ગર્લફ્રેન્ડની કરી હતી ચંપલથી પિટાઇ તો પણ 60 વર્ષની ઉંમરે આ સુપરસ્ટારના ભાઇએ કર્યા ચોથીવાર લગ્ન

આ સુપરસ્ટારના સાવકા ભાઇએ કર્યા ચોથીવાર લગ્ન, 60 વર્ષની ઉંમરે પવિત્રા સાથે ફર્યા ફેરા

સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ કે જેમની ફિલ્મો હિંદી ઓડિયન્સ પણ ખૂબ જ પસંદ કરે છે. છેલ્લા ઘણા સમયથી તેમા સાવકા ભાઇ નરેશ બાબુ ઘણા ચર્ચામાં હતા ત્યારે હવે તેમના સાથે જોડાયેલી એક ખબર આવી રહી છે કે ત્રણ બાળકોના પિતા અભિનેતા નરેશ બાબુએ ચોથા લગ્ન કરી લીધા છે. તેમણે એક્ટ્રેસ પવિત્રા લોકેશ સાથે ચોથીવાર લગ્ન કર્યા છે. બંને એકબીજા સાથે રિલેશનમાં હતા. વર્ષની શરૂઆતમાં બંનેએ એક વીડિયો શેર કર્યો હતો, જેનાથી સ્પષ્ટ હતુ કે પરિવારની નારાજગી છત્તાં બંને સાથે છે.

ત્યારે હવે તેઓએ લગ્ન કરી લીધા છે અને લગ્નનો વીડિયો પણ નરેશ બાબુએ ટ્વિટર પર શેર કર્યો છે. 60 વર્ષની ઉંમરમાં નરેશબાબુ 44 વર્ષની અભિનેત્રી પવિત્રા લોકેશ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. નરેશ બાબુએ લગ્નનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. ટ્વિટર પર વિડિયો શેર કરતા નરેશ બાબુએ લખ્યું, “અમારી આ નવી સફરમાં જીવનભર શાંતિ અને ખુશી માટે તમારી પ્રાર્થનાની જરૂર છે.” વીડિયોમાં નરેશ બાબુ અને પવિત્ર લોકેશ મંડપમાં જોવા મળે છે અને લગ્નની વિધિ કરતા જોવા મળે છે.

મંડપની આસપાસ ઘણા મહેમાનો પણ જોવા મળે છે. જણાવી દઈએ કે નરેશ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના સાવકા ભાઈ છે. નરેશબાબુએ શેર કરેલા 42 સેકન્ડના વીડિયોમાં લગ્નની તમામ વિધિઓ બતાવવામાં આવી છે. જેમાં નરેશ અને પવિત્રા એકબીજાને હાર પહેરાવવા સિવાય ફેરા પણ ફરતા જોવા મળે છે. આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે કે આ લગ્ન દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ થયા હતા. તમને જણાવી દઈએ કે નરેશ બાબુ ત્રણ લગ્ન કરી ચુક્યા છે. તેમના પ્રથમ લગ્ન કોરિયોગ્રાફર શ્રીનુની પુત્રી સાથે થયા હતા,

જેની સાથે તેમણે છૂટાછેડા લીધા અને પછી રેશા શાસ્ત્રી સાથે બીજી વાર અને રામ્યા સાથે ત્રીજી વાર લગ્ન કર્યા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે રામ્યા સાથે હજુ સુધી છૂટાછેડા લીધા નથી. પરંતુ તેઓ અલગ થઈ ગયા છે. ગયા વર્ષે, એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રામ્યા પવિત્રા લોકેશ પર બધાની સામે ચપ્પલ ફેંકતી જોવા મળી હતી કારણ કે રામ્યાને પવિત્રા અને તેના પતિના અફેર વિશે ખબર પડી હતી. તે પછી જ બંને વચ્ચેના સંબંધોનો પર્દાફાશ થયો હતો.

પવિત્રાની વાત કરીએ તો તે એક જાણીતી અભિનેત્રી પણ છે જેણે ટીવી પર પણ કામ કર્યું છે. આ સિવાય તે ઘણી ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. પવિત્રા પણ પહેલા પરણિત હતી, અને તે 2 બાળકોની માતા પણ છે, પરંતુ તેના પહેલા પતિથી અલગ થયા બાદ તેણે સુચેન્દ્ર પ્રસાદ સાથે સંબંધ બાંધ્યો હતો, પરંતુ 2018માં બંને અલગ થઈ ગયા હતા. પછી તે ત્રીજી વખત નરેશ બાબુ સાથે રિલેશનશિપમાં આવી અને હવે બંનેએ લગ્ન કરી લીધા છે.

Shah Jina