મનોરંજન

હોસ્પ્ટિલમાંથી ઘરે પહોંચતા જ અમિતાભજીએ બીમારી પર તોડી ચુપ્પી, આ સલાહ આપીને બધા ચોંકાવી દીધા

અમિતાભ બચ્ચનને શુક્રવારની મોડી રાતે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેને હોસ્પિટલથી ઘરે જતી વખતે ગાડીમાં જોવામાં આવ્યા હતા. આ દરમિયાન તેની સાથે જયાં-અભિષેક બચ્ચન પણ હતા. અમિતાભજીએ સફેદ અને લાલ રંગનું જેકેટ પહેરી રાખ્યું હતું અને માથા પર ટોપી પણ પહેરી રાખી હતી.

Image Source

મળેલી જાણકારીના આધારે અમિતાભજીને આંતરડામાં સમસ્યા હતી જેને લીધે તેને હોસ્પ્ટિલમાં ભરતી કે કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેના ચાહકો લગાતાર તેના ઠીક થઇ જવાની દુવાઓ માંગી રહયા હતા, અને અમિતાભજી પણ મીડિયા પર એક્ટિવ રહ્યા હતા.

Image Source

જણાવી દઈએ કે તબિયત ઠીક થયા પછી અમિતાભજીએ પોતાના બ્લોગ પર લાંબી પોસ્ટ લખી. અમિતાભજીએ લખ્યું કે,”બીમારી અને ઈલાજ સામાન્ય ચીજો છે. તેનું ઉલ્લંઘન કરવું ખોટું છે. તેનું સન્માન કરો. દુનિયામાં દરેક વસ્તુ વેંચવા માટે જ ન થી હોતી. દરેકને મારો પ્રેમ અને આભાર. તે દરેક માટે જેઓ સ્વાસ્થ્ય પર વિચાર કરે છે, જે ચિંતા કરે છે અને મારા માટે પ્રાર્થના કરે છે, આભાર.”

Image Source

આ સિવાય અમિતાભજીએ અમુક તસ્વીરો પણ શેર કરી હતી જેમાંની અમુક તેના ઘરની બહારની હતી જેમાં તેના ચાહકો તેને જન્મદિસવની શુભકામનાઓ આપવા માટે પહોંચ્યા હતા. આ સિવાય અમિતાભજીએ પૌત્રી આરાધ્યાની સાથે પણ તસ્વીર શેર કરી હતી જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

Image Source

આ સિવાય કડવાચોથના દિવસે પણ અમિતાભજીએ ટ્વીટર એકાઉન્ટ પર જયાં બચ્ચન સાથેની જૂની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરને અમિતાભજીએ મજાકના અંદાજમાં શેર કરી હતી, જેમાં માત્ર જયાં જ દેખાઈ રહી હતી. તસ્વીરને શેર કરતા અમિતાભજીએ લખ્યું કે,”દ બેટર હાફ, જો કે વાત સાચી છે કેમ કે બીજો હાફ અપ્રસ્તુત છે જેથી જે દેખાઈ નથી રહ્યો.”


વર્ક ફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ અમિતાભ ફિલ્મ ગુલાબો સીતાબો, ઝુંડ અને ચેહરેમાં જોવા મળશે, આ સિવાય રણબીર કપૂર-આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.