ખબર

દેશમાં પહેલીવાર હૈદરાબાદમાં થયું આ કામ, વખાણ કર્યા વિના ન રહી શક્યા અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે એ બધા જ જાણે છે. તેઓ પોતાના સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને રીપ્લાય પણ કરતા હોય છે. તેઓ દેશમાં બહુચર્ચિત મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયો પણ આપતા રહે છે. ત્યારે હૈદરાબાદમાં ટ્રાફિક પોલીસે શરુ કરેલી એક પહેલના તેઓએ વખાણ કર્યા છે.

રસ્તા પર તેજીથી ભાગતી બાઈકો અને ગાડીઓના કારણે અવારનવાર માર્ગ અકસ્માતો બનતા રહે છે. પરંતુ હાલમાં જ ટ્રાફિક નિયમોના થતા ઉલ્લંઘનને રોકવા અને માર્ગ સુરક્ષા માટે હૈદરાબાદ ટ્રાફિક પોલીસે એક અનોખો પ્રયોગ કર્યો છે. હૈદરાબાદના ટ્રાફિક પોલીસે રસ્તા પરથી ચાલીને પસાર થનારા લોકો અને વાહન ચાલકો માટે ઝીબ્રા ક્રોસિંગ પાસે એલઇડી લાઇટ્સ લગાવી છે. જે ટ્રાફિક સિગ્નલ અનુસાર લીલી, પીળી અને લાલ કલર બદલે છે.

આટલું જ નહિ આ લાઈટ સ્પીડ બ્રેકટરની જેમ પણ કામ કરે છે. દેશમાં પહેલીવાર એવું થયું છે કે જયારે રસ્તા પર એલઇડી ટ્રાફિક લાઇટ્સનો પ્રયોગ થયો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપી વાયરલ થઇ રહ્યો છે.

ત્યારે એક યુઝરે બોલિવૂડ અભિનેતા બિગ બી અમિતાભ બચ્ચનને ટેગ કરીને આ વિડીયો પોસ્ટ કર્યો હતો. એવામાં બિગ બી પોતાની જાતને આ વિડીયો શેર કરવાથી રોકી શક્યા નહિ અને તેમને પણ આ વીડિયોને શેર કરતા લખ્યું, ‘આ એક શ્રેષ્ઠ રીત છે અને સૌથી પ્રભાવશાળી પણ.’

આ વિષયમાં એડિશનલ કમિશનર ઓફ પોલીસ, અનિલ કુમારે કહ્યું, ‘અમે ઘણા યાત્રીઓને સિગ્નલ તોડતા જોયા છે. એના પર રોક લગાવવા માટે અમે પાયલોટ આધાર પર ટ્રાફિક જંકશનો પર સ્ટોપ લાઈન પર એલઇડી સ્ટ્રીપ લાઈટ લગાવી છે.’ વધુમાં જણાવતા તેઓએ કહ્યું, ‘જયારે લાઈટ લાલ રંગની હશે તો યાત્રી સચેત થઇ જશે અને તેને પાર કરવાની કોશિશ નહિ કરે અને એના કારણે ચાલીને રસ્તો પાર કરનારા લોકોને મદદ મળશે, કારણે કે ઘણા ટ્રાફિક સિગ્નલો પર જોવા મળે છે કે લોકો પોતાનું વાહન ઝીબ્રા ક્રોસિંગ પર લઇ આવે છે. આ લાઈટ લગાવ્યે ૨ દિવસ થઇ ગયા છે. અમે ઘણો સુધાર જોયો છે અને જનતાથી પણ સારી પ્રતિક્રિયા મળી રહી છે. આવનારા દિવસોમાં અમે આ અન્ય ટ્રાફિક સિગ્નલો પર પણ લગાવવા જઈ રહયા છીએ.’

આ વીડિયોને જોઈને ઘણા લોકો ટ્રાફિક પોલીસના વખાણ કરી રહયા છે. યુઝર્સનું કહેવું છે કે દેશના અન્ય રસ્તાઓ પર પણ એલઇડી લાઇટનો ઉપયોગ કરવો જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks