“છેલ્લો દિવસ”માં ધૂમ મચાવનારી તિકડી લઈને આવી રહી છે “3 એક્કા”, મેગાસ્ટાર અમિતાભ બચ્ચને લોન્ચ કર્યું ટ્રેલર, જુઓ શું હશે ફિલ્મમાં ખાસ ?

“છેલ્લો દિવસ – પાર્ટ 2 ?” છેલ્લા દિવસની તિકડી હવે જોવા મળશે “3 એક્કા”માં.. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતા જ દર્શકો આવ્યા ઉત્સાહમાં, તમે જોયું કે નહીં ?

Amitabh Bachchan launched the trailer of 3 Ekka : જ્યારથી આનંદ પંડિત અને વૈશલ શાહની આગામી ગુજરાતી ફિલ્મ ‘ત્રણ એક્કા’ની જાહેરાત થઈ હતી ત્યારથી, ચાહકો, તેમજ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા હતા કે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીનું જાદુઈ કોમ્બિનેશન આ વખતે શું મનોરંજન આપશે અને હવે જયારે ટ્રેલર રિલીઝ થયું છે ત્યારે ટૂંક સમયમાં રિલીઝ થનારી આ ફિલ્મ માટે દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે.

અમિતાભ બચ્ચને ટ્રેલર કર્યું લોન્ચ :

ત્યારે આ ગુજરાતી ફિલ્મ ‘ત્રણ એક્કા‘ના ટ્રેલરને બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને લોન્ચ કર્યું છે. આજે 21 જુલાઈના રોજ ટ્રેલર લોન્ચ અમિતાભ બચ્ચને ટ્વિટર પર કર્યું હતું, આ વિશે આનંદ પંડિતે જણાવ્યું કે, “હવે આઇકન માટે દરેક પ્રોજેક્ટનો ભાગ બનવું આદર્શ બની ગયું છે. તેમણે સ્વેચ્છાએ મારી છેલ્લી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં કેમિયો કરવાનું નક્કી કર્યું અને દર્શકોને સંપૂર્ણ આશ્ચર્યમાં મૂકી દીધા. પરંતુ જો તે મારા પ્રોડક્શન્સમાંના એકમાં ઓન-સ્ક્રીન ન હોય તો પણ, તેમનો સતત સહકાર અને પ્રોત્સાહન મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. હું તેનાથી ખુશ છું અને તેમણે આ ખૂબ જ ખાસ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું છે.”

આનંદ પંડિતે વ્યક્ત કરી ખુશી :

આનંદ પંડિત કહે છે, “ફિલ્મની કાસ્ટ અંગેની જાહેરાતે જ જોરદાર ધૂમ મચાવી હતી અને હવે ટ્રેલરે ઉત્સુકતા વધારી દીધી છે. અત્યાર સુધીમાં દર્શકોને પણ વાર્તાનો ખ્યાલ આવી ગયો હશે જે ત્રણ અજાણ્યા યુવાન છોકરાઓની આસપાસ ફરે છે જે એક સરળ-મધ્યમ-વર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મનો પ્લોટ ખુબ જ મનોરંજક છે.”

મનોરંજનથી ભરપૂર ફિલ્મ :

નિર્માતા આનંદ પંડિતની “ફક્ત મહિલાઓ માટે” અને “ડેઝ ઓફ ટફરી” પછી વૈશલ શાહના જનનોક ફિલ્મ્સ સાથે આ ચોથી ફિલ્મ છે અને તેઓ કહે છે, “અમને બંનેને પારિવારિક મનોરંજન આપતી ફિલ્મો માટે સમાન પ્રેમ છે અને અમે આ ફિલ્મ બનાવવા માટે એકસાથે ઘણો સારો સમય પસાર કર્યો.” વૈશલ શાહ વધુમાં જણાવે છે, “અમે એક સારુ અને મનોરંજક સિનેમા પાછું લાવવા માંગીએ છીએ જે સમગ્ર પરિવાર સાથે બેસીને જોઈ શકે અને અમારા પરથી જોઈ શકાય છે કે આ ફિલ્મ શુદ્ધ મનોરંજનથી ભરપૂર છે.”

આ કલાકારોએ પણ કર્યું છે કામ :

આ ફિલ્મમાં હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, એશા કંસારા, તર્જની ભાડલા, ચેતન દૈયા પણ સહ કલાકારો છે અને રાજેશ શર્મા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મ 18મી ઓગસ્ટે રિલીઝ થશે.

Niraj Patel