ટામેટાના ભાવ વધતા જ દુકાનદારે ટામેટાને આપી Z+ સુરક્ષા, કિંગ કોબ્રાને કર્યો હાયર, વીડિયો કરી રહ્યો છે હેરાન પરેશાન… જુઓ
King Cobra Guarding Tomato : હાલ દેશભરમાં ટામેટાના ભાવ ભડકે બળી રહ્યા છે. અત્યારે સામાન્ય બજારમાં ટામેટા 100થી લઈને 180 રૂપિયા પ્રતિકિલોના હિસાબથી વેચાઈ રહ્યા છે, ત્યારે ઘણી જગ્યાએ ટામેટાની ચોરી થવાની પણ ઘટનાઓ સામે આવતી રહે છે. આને લઈને વેપારીઓ અને દુકાનદારો પણ ચિંતામાં છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણા વીડિયો સામે આવે છે, જેમાં કેટલાક લોકો ટામેટા પર જ વીડિયો બનાવતા હોય છે અને તે વાયરલ પણ થઇ જતા હોય છે.
કિંગ કોબ્રા ટામેટાની રક્ષા કરે છે :
ત્યારે તમે વિચાર્યું છે ક્યારેય કે કોઈ દુકાનદાર ટામેટાની સુરક્ષાએ માટે Z+ સુરક્ષા રાખે અને તે પણ માણસોની નહિ કિંગ કોબ્રાની ? ત્યારે હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં કિંગ કોબ્રાની રખેવાળી કરતા ખતરનાક કિંગ કોબ્રાને જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં કિંગ કોબ્રા ટામેટાની પાસે જોઈ શકાય છે. જેવા કોઈએ ટામેટાં તરફ હાથ લંબાવ્યો કે તરત જ કિંગ કોબ્રાએ તેના પર હુમલો કર્યો. કિંગ કોબ્રા એક્ટિવ મોડમાં જોઈ શકાય છે. તે ટામેટાની પાસે બેઠો છે અને સામે હાજર લોકો પર નજર રાખી રહ્યો છે.
ટામેટાને ટચ કરવા જતા કરે છે હુમલો :
થોડા સમય પછી કોબ્રા દિવાલ પર ચઢે છે પરંતુ ટામેટાંનું રક્ષણ કરવાનું ચાલુ રાખે છે. એક વ્યક્તિ એ દરમિયાન ટામેટા પર હાથ લગાવવા જાય છે કે તરત સાપ તેના તરફ હુમલો કરે છે. ટ્વીટર પર ‘હંસના ઝરૂરી હૈ’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલો વિડિયો ખૂબ જ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈને નેટીઝન્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. આ વીડિયોને મોટાપાયે રીટ્વીટ કર્યો. જો કે આ વીડિયો સાચો છે કે ખોટો તેની ચકાસણી નથી થઇ શકી.
टमाटर के बढ़ते रेट्स देखते हुए हमनें अपने कीमती स्टॉक पर सिक्योरिटी लगा दी है।😎
😉🤓🥳👻🙈😂😜 pic.twitter.com/gYYFQJKTMJ
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) July 19, 2023
વીડિયો કરી રહ્યો છે હેરાન :
જ્યાં કિંગ કોબ્રા ટામેટાંથી ભરેલા વિસ્તારમાં પ્રવેશ્યો હતો અને બચાવ ટીમ તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, આ વિડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ટામેટાના ભાવ ગંભીર ચિંતાનો વિષય બની ગયા છે, જેણે નેટીઝન્સ આશ્ચર્યચકિત કર્યા છે. 49 હજાર લોકોએ આ વીડિયો જોયો અને પોતાનો પ્રતિભાવ આપ્યો. વીડિયોના કેપ્શનમાં રમુજી સ્વરમાં લખવામાં આવ્યું છે કે, “ટામેટાંના વધતા ભાવને ધ્યાનમાં રાખીને, અમે અમારા કિંમતી સ્ટોક પર સુરક્ષા મૂકી છે.”