રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત, ક્રિકેટ રમીને પરત ફરતા યુવાનને આવ્યો હાર્ટ એટેક- થયુ મોત, પરિવારમાં માતમ

મોરબી : ક્રિકેટ રમી પરત ફરી રહેલા યુવકનું ચાલુ વ્હીકલે હાર્ટ એટેકથી મોત ! પરિવાર આઘાતમાં

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે. યુવાઓ અને કિશોરો પણ હ્રદયરોગના હુમલાનો શિકાર બની રહ્યા છે જે ઘણી ચિંતાજનક બાબત છે. ત્યારે હાલમાં મોરબીમાંથી હાર્ટ એટેકથી મોતનો કિસ્સો સામે આવ્યો છે. નાગડા ગામમાં એક યુવાનનું હાર્ટઅટેકથી મોત થયુ. રાત્રિના સમયે યુવક ક્રિકેટ રમીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ટંકારાના વીરપર ગામ પાસે છાતીમાં દુખાવો ઉપડતા તેનું મોત નીપજ્યું.

ચાલુ વ્હીકલે જ યુવાનને હાર્ટ અટેક આવ્યો હોવાનું સામે આવ્યુ છે. યુવાનની ઓળખ રાજાવડ ગામના રમેશભાઇ બાલાસરા તરીકે થઇ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા તાજેતરમાં મોરબીમાં એક સપ્તાહમાં બે લોકોના ઊંઘમાં મોત થવાની ઘટના સામે આવી હતી. બંને મૃતકની તબિયત રાત્રે સુતા સમયે સામાન્ય હતી પણ અચાનક ઊંઘમાં બંનેના મોત થતા હાર્ટ એટેકનું કહેવાઇ રહ્યુ હતુ.

હાલમાં કોરોનાની રસીથી હાર્ટ અટેકના કેસ વધ્યા હોવાની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે, જેનું મોટુ કારણ છે રસી બનાવનાર કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે તેની રસીની ગંભીર આડઅસર થવાની શક્યતા નકારી શકાય એમ નથી. કેટલાક કિસ્સામાં લોહી ગંઠાઇ જવાની સમસ્યા પણ થઇ શકે છે, અને લોહી ગંઠાઇ જવું એટલે કે બ્લડ ક્લોટ હૃદય રોગના હુમલાનું કારણ બની જાય છે.

Shah Jina