વાહ બાપ હોય તો આવો !! છૂટાછેડા બાદ દીકરીને સાસરિયેથી ઢોલ નગારા સાથે તેડી લાવ્યા પિતા, વીડિયો જોઈને તમારા પણ હોશ ઉડશે…

દીકરી જન્મી તો સાસરીવાળા આપવા લાગ્યા ત્રાસ, છૂટાછેડા માટે કોર્ટમાં પણ ગયા, પછી દીકરીના પિતા વાજતે ગાજતે સાસરિયેથી પિયર લઇ આવ્યા, જુઓ વીડિયો

Brought to daughter’s house after divorce : આજના સમયમાં છૂટાછેડા હવે સામાન્ય જેવી બાબત બની ગઈ છે. ઘણા લોકો નાની નાની બાબતોમાં પણ ઝઘડીને છુટા પડી જતા હોય છે. ત્યારે એક દીકરી માટે છૂટાછેડા બાદ જીવવું થોડું મુશ્કેલ બની જાય છે. સમાજના મહેણાં ટોણા સાંભળીને તેને જીવવું પડે છે. પિયરમાં પણ ભાઈ ભાભી સાથે રહેવું મુશ્કેલ બને છે. ત્યારે ઘણીવાર આવા કારણો સર કેટલીક દીકરીઓ મોતને પણ વહાલું કરતી હોય છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમને પણ એક પિતા પર ગર્વ થાય.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોતાની દીકરીને છૂટાછેડા આપ્યા પછી, તેના પરિવારના સભ્યો તેના સાસરે ગયા અને ઢોલ નગારા વગાડીને વાજતે ગાજતે પોતાની દીકરીને પિયર લઇ આવ્યા. ફાટક એટલું જ નહીં, તે દીકરી જયારે પોતાના સાસરે ગઈ ત્યારે તે લગ્ન સમયે પહેરેલું પાનેતર પણ સાથે લઈને ગઈ હતી અને એ પાનેતર તેને પોતાના સાસરીના ઘરના દરવાજે લટકાવીને આવી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

શહેરના નિરાલા નગરમાં રહેતા અનિલ સવિતા પહેલા બીએસએનએલમાં નોકરી કરતા હતા પરંતુ હવે નિવૃત્ત થયા છે. તેમણે 31 જાન્યુઆરી, 2016 ના રોજ શહેરના ચકેરી વિમાન નગરમાં તેની એકમાત્ર દીકરી ઉર્વીના લગ્ન આશિષ રંજન સાથે ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા. દીકરી ઉર્વી દિલ્હીના પાલમ એરપોર્ટ પર કામ કરે છે. ઉર્વી એન્જિનિયર છે અને તેનો પતિ આશિષ પણ એન્જિનિયર છે, અને તે પણ દિલ્હીમાં નોકરી કરે છે.

ઉર્વીના પરિવારના જણાવ્યા અનુસાર લગ્ન બાદ બંને દિલ્હીમાં રહેવા લાગ્યા હતા. આરોપ છે કે લગ્ન પછી સાસરિયાઓએ વધારાના દહેજની માંગણી શરૂ કરી અને પુત્રીને તેના દેખાવ અંગે ટોણા મારવા લાગ્યા. અનિલ કુમારના કહેવા પ્રમાણે, તેમની પુત્રીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, તેમણે દિલ્હીમાં એક ફ્લેટ ખરીદ્યો હતો, જે જમાઈ તેમના નામે ટ્રાન્સફર કરાવવા માંગતા હતા. વર્ષ 2019માં ઉર્વીએ એક દીકરીને જન્મ આપ્યો અને જેના બાદ તેના સાસરી વાળા દીકરી જન્મી તેને લઈને ઝગડવા લાગ્યા, સાસરિયાની ઈચ્છા દીકરાની હતી.

ધીરે ધીરે સાસરિયાં અને આશિષે બાળકી અને ઉર્વીથી અંતર રાખ્યું અને બંને પતિ-પત્ની અલગ રહેવા લાગ્યા અને અંતર વધતાં તેઓએ કોર્ટમાં છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો. બંનેએ 28 ફેબ્રુઆરીએ છૂટાછેડા લીધા હતા, ત્યારબાદ રવિવારે ઉર્વીના પરિવારના તમામ સભ્યો એકઠા થયા અને તેના સાસરે પહોંચ્યા. પરિવારજનો ઢોલ-નગારા સાથે ઉર્વીના સાસરે પહોંચ્યા હતા. જ્યાં ઉર્વીને ઢોલ વગાડીને વિદાય આપીને તેના માતા-પિતાના ઘરે પરત લઈ જવામાં આવી હતી.

પોતાની આંખોમાં આંસુ સાથે, ઉર્વીએ તેના સાસરિયાના ઘરના ગેટ પર લગ્નનું પાનેતર બાંધી દીધું. ઉર્વીના પરિવારના સભ્યોએ તેના સાસરિયાના ઘરની દિવાલ પર એક સંદેશ પણ લખ્યો હતો કે આશિષ તમારા ઘરમાં ક્યારેય ખુશીઓ પાછી નહીં આવે.

Niraj Patel