લો બોલો…. આ છોકરીએ સિંહ સાથે કર્યું ડિનર, વીડિયો જોઈને ભલભલાના હાજા ગગડી જશે…. આવું ડેરિંગ કરવાનું સાહસ કોણ કરે ? જુઓ તમે પણ

સિંહ સાથે એક જ થાળીમાં બેસીને આ છોકરીએ લીધું ભોજન, વીડિયોને જોઈને લોકો પણ રહી ગયા હેરાન, તમે પણ જુઓ

Lion Dinner With Girl : દુનિભરમાં ઘણા લોકો એવા હોય છે જે કંઈક અનોખું કરવાનું વિચારતા હોય છે, ઘણીવાર આવું કરવાના ચક્કરમાં તેમના જીવ પણ જોખમમાં મુકાઈ જતા હોય છે. ત્યારે આવા ઘણા વીડિયો તમે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા જોયા હશે. ત્યારે હાલ એક છોકરીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જે સિંહ સાથે બેસીને ડિનર કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને જોઈને લોકો પણ હેરાન છે કે આટલું જીગર આ છોકરીમાં આવ્યું ક્યાંથી ?

સિંહ સાથે કર્યું ભોજન :

આશ્ચર્યની વાત એ છે કે આવા વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યા છે જેમાં માણસો ખતરનાક પ્રાણીઓ સાથે ફરતા અને ખાતા-પીતા જોવા મળે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેણે ઈન્સ્ટાગ્રામ પર સનસનાટી મચાવી દીધી છે. એક મહિલા સિંહની થાળીમાંથી સીધું જ ખોરાક લેતી જોઈ શકાય છે. આ ફૂટેજ સંયુક્ત આરબ અમીરાતના રાસ અલ ખૈમાહ વાઇલ્ડલાઇફ પાર્કમાં શૂટ કરવામાં આવ્યું હતું.

લોકો રહી ગયા હેરાન :

વીડિયો અપલોડ થયો ત્યારથી આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે, ક્લિપ જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઘણા લોકોએ જંગલી પ્રાણીને પાળેલા જોઈને તેમની નિરાશા વ્યક્ત કરી હતી. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે સિંહની પાસે એક છોકરી બેઠી છે અને તેણે પોતાનો ખોરાક સિંહની થાળીમાં રાખ્યો છે. જ્યારે સિંહ એક જ થાળીમાં કાચું માંસ ખાઈ રહ્યો છે. જમતી વખતે સિંહનું ધ્યાન માત્ર ખાવા પર જ હતું. વીડિયો જોઈને નેટીઝન્સ ચોંકી ગયા હતા.

આવા હતા પ્રતિભાવ :

આ વીડિયો પર ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક વ્યક્તિએ વિચાર્યું, “શું આ સિંહને દાંત નથી?” બીજાએ કહ્યું, “એકવાર તે માંસની પ્લેટમાં વ્યસ્ત થઈ જાય, પછી તે તમને તેનું આગામી ભોજન ગણી શકે. કોઈ દયા નહીં.” બીજી વ્યક્તિએ કહ્યું, “સિંહો સાથે આવું વર્તન ન કરો, નહીં તો તમે પણ તેનો શિકાર બની શકો છો.” આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel