ખજુરભાઈ અને તેમની થનારી ધર્મપત્ની મીનાક્ષીની નવી તસવીરો આવી સામે, ચાહકોના જીત્યા દિલ, કહ્યું, “કોઈની નજર ના લાગે..” જુઓ

હનુમાન દાદાના દર્શને ગયા લોક લાડીલા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ અને મંગેતર મીનાક્ષી દવે, પરિવાર સાથે ક્લિક કરાવી ઘણી બધી તસવીરો, જુઓ

New pictures of Nitin Jani and Meenakshi Dave : પહેલા કોમેડી વીડિયો દ્વારા લોકોને પેટ પકડીને હસાવ્યા અને પછી પોતાના સેવાકીય કાર્યો દ્વારા ગુજરાતીઓના દિલમાં આગવી જગ્યા બનાવી લેનારા આપણા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. અત્યાર સુધી તેમને સેંકડો લોકોને નવા ઘર બનાવીને આશરો આપ્યો છે અને હજારો લોકોને રોજગારી અને નવું જીવન પણ પૂરું પાડ્યું છે.

ચાહકોના દિલ જીતે છે ખજુભાઈના વીડિયો :

ત્યારે ખજુરભાઈ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહેતા હોય છે અને પોતાના સેવાકીય કાર્યોની ઝલક પણ તેઓ હંમેશા શેર કરતા હોય છે. થોડા દિવસ પહેલા જ ખજુરભાઈ અમેરિકાના પ્રવાસે હતા અને ત્યાં પણ તેમને ઘણા એવા કાર્યો કર્યા જેના વીડિયો પણ સામે આવ્યા હતા અને તેમના આ કાર્યોએ લોકોના પણ દિલ જીતી લીધા હતા.

મીનાક્ષી દવે સાથે થઇ છે સગાઈ :

ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે નીતિન જાનીની સગાઇ મીનાક્ષી દવે સાથે થઇ છે. સગાઈ બાદ મીનાક્ષી દવે પણ ચર્ચામાં આવી ગયા અને તેમના સોશિયલ મીડિયાને પણ લોકો ફોલો કરવા લાગ્યા અને જોત જોતામાં તે પણ ગુજરાતનું એક મોટું નામ બની ગયા. આ ઉપરાંત નીતિન જાનીના ચાહકો પણ મીનાક્ષીને ખુબ જ ભાગ્યશાળી માને છે.

તસ્વીરોને ખુબ જ પસંદ કરે છે ચાહકો :

મીનાક્ષી અને નીતિન જાનીની સગાઈ થઇ ગઈ છે અને તેની પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હતી અને ચાહકોએ પણ તેને ખુબ જ પસંદ કરી હતી, ત્યારે બાદ આ કપલ અવાર નવાર એકબીજા સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતું રહેતું હતું અને ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરતા હતા.

મીનાક્ષીએ કરી લેટેસ્ટ તસવીરો શેર :

ત્યારે હાલ મીનાક્ષી દવેએ નીતિન જાની અને પોતાના પરિવાર સાથેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને ચાહકો દ્વારા ખુબ જ પ્રેમ પણ મળી રહ્યો છે. આ તસવીરો આદસંગી હનુમાન મંદિર દર્શન કરવા માટે ગયા ત્યાંની છે. જેમાં મીનાક્ષીનો પરિવાર અને નીતિનભાઈ સાથે જોવા મળી રહ્યા છે અને કેમરા સામે ઘણા બધા પોઝ પણ આપતા જોવા મળી રહ્યા છે.

સાથે બેસીને આપ્યા ઘણા પોઝ :

તસ્વીરોમાં નીતિન જાની અને મીનાક્ષી સાથે પણ ઘણા પોઝ આપી રહ્યા છે આ ઉપરાંત મીનાક્ષીએ પણ એકલાની તસવીરો ક્લિક કરાવી છે. મીનાક્ષી અને નીતિન જાનીને મીનાક્ષીના પરિવાર સાથે મજાક મસ્તી કરતી પણ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેમનો ઉત્સાહ અને ખુશી સ્પષ્ટ પણે જોવા મળી રહ્યા છે.

મીનાક્ષીનો પરિવાર પણ હતો સાથે :

ત્યારે આ તસવીરો પર પણ ચાહકો હવે ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે અને મીનાક્ષી અને ખજુરભાઈની જોડીના પણ વખાણ કરી રહ્યા છે. સામે આવેલી તસ્વીરોમાં મીનાક્ષીનો સાદગી ભરેલો અવતાર પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. તો નીતિન જાનીને પણ આ તસવીરોમાં એકદમ સાદગીમાં જોવા મળી રહ્યા છે.

લોકોએ કર્યા જોડીના વખાણ :

ઘણા લોકોએ કોમેન્ટ કરીને આ કપલના વખાણ કર્યા છે અને તેમની જોડી સલામત રહે એવી પ્રાર્થના પણ કરી છે. નીતિન જાની અને મીનાક્ષીની સગાઈ બાદ હવે ચાહકો તેમના લગ્નની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ખજુરભાઈની જેમ મીનાક્ષી પણ સેવાકીય કાર્યોમાં ખુબ જ માને છે અને તે સગાઈ પહેલા નીતિન જાનીની ફેન જ હતી, નીતિન જાનીના પરિવાર દ્વારા માંગુ આવ્યું અને હવે તે ટૂંક સમયમાં જ તેમની ધર્મપત્ની બની જશે.

Niraj Patel