આ એન્જીનીયરે મારુતિ 800ને બનાવી દીધી એવી કાર કે જેગુઆર વાળો પણ ઉભા રહીને જોવા થઇ જશે મજબુર, જુઓ વીડિયો

મારુતિ 800નો  આવો ધાંસુ લુક તમે આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, રસ્તા પર નીકળતા જ લોકો આંખો ફાડીને જોયા કરે છે, જુઓ વીડિયો

Convertible Version Of Maruti 800 : આપણા દેશની અંદર ઘણા બધા ટેલેન્ટેડ લોકો ભરેલા પડ્યા છે, અને તે પોતાના જુગાડ દ્વારા એવા એવા કામ કરતા હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણા લોકો પોતાની જરૂરિયાત હિસાબથી એવી એવી વસ્તુઓ બનાવતા હોય છે જેને જોઈને લોકો હેરાન રહી જાય અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા જ લોકો પણ તેના વખાણ કરતા હોય છે, ત્યારે હાલ એક વીડિયો મારુતિ 800નો સામે આવ્યો છે, જેમાં એક એન્જીનયરે ગજબનો જુગાડ કર્યો છે.

ખુબ જ ફેમસ હતી મારુતિ 800 :

જ્યારે પણ ‘મારુતિ 800’ રસ્તા પર દોડતી જોવા મળે છે, ત્યારે હૃદય બાળપણની યાદોમાં ખોવાઈ જાય છે!  આ કાર કદમાં નાની હોઈ શકે છે, પરંતુ તેની શક્તિ અને પ્રદર્શન અદ્ભુત છે. આ જ કારણ છે કે આટલા વર્ષો પછી પણ આ કાર સોશિયલ મીડિયા પર ફેમસ છે. લોકો ‘Maruti 800’ અને ‘Alto’ને એવી રીતે મોડિફાઇ કરી રહ્યાં છે કે લોકો તેને ટ્વિસ્ટ કરીને જુએ.

એન્જીનીયરે કરી મોડીફાય :

ઇન્સ્ટાગ્રામ પર આવી જ એક કાર મળી છે જેને કેટલાક લોકોએ મારુતિ 400 નામ આપ્યું છે. આ કારની છત હટાવી દેવામાં આવી છે. બોલે તો જુગાડને ‘કન્વર્ટિબલ કાર’નો લુક આપ્યો છે. લોકો પણ આ કારને પસંદ કરી રહ્યા છે.  આ વિડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર @adwaitxpilania દ્વારા 9 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું “ફરીદાબાદના એન્જિનિયર્સ… તમારું શું કહેવું છે?” હવામાનનો આનંદ માણવા જઈ રહ્યા છીએ.

લોકો પણ જોતા જ રહી ગયા :

આ વીડિયો અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને લગભગ 53 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ ટિપ્પણી કરી કે મારુતિ સુઝુકીએ 400 બનાવી દીધી. બીજાએ લખ્યું- કાર સારી દેખાઈ રહી છે. આ સિવાય કેટલાક યુઝર્સે લખ્યું- કારને આ રીતે રાખો, ચાર લોકો તેને ટ્વિસ્ટેડ રીતે જોશે.

Niraj Patel