સિંહે કર્યો શિકાર અને પચાવી પાડવા આવી ગયો મગર, પછી બંને વચ્ચે થયું ઘમાસાણ, વીડિયોએ ઉડાવ્યા સૌના હોશ, જુઓ
Lion Crocodile Fight : સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોન અંદર કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેને જોઈને આપણા રૂંવાડા પણ ઉભા થઇ જાય. ખાસ કરીને શિકારની ઘટનાઓ હેરાન કરી દેનારી હોય છે. તો ઘણીવાર શિકાર માટે પ્રાણીઓમાં જ એકબીજા સાઠહે લડાઈ ઝઘડા પણ થતા હોય છે.
જંગલ સફારીમાં કેદ થઇ ઘટના :
સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભૂખ્યો મગર પોતાનું પેટ ભરવા માટે સિંહના શિકારને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ ત્યારે જ સિંહોનું આખું ટોળું ત્યાં સુંદર રીતે બેસે છે. આ પછી જે થયું તે જોઈને તમે સમજી જશો કે સિંહને જંગલનો રાજા કેમ કહેવામાં આવે છે. આ વાયરલ વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. તેનું વર્ણન વાંચતા જણાય છે કે એક પ્રવાસીએ આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું હતું.
સિંહના શિકાર પર મગરે જમાવ્યો કબ્જો :
1 મિનિટ 30 સેકન્ડની ક્લિપમાં જોઈ શકાય છે કે મગર સિંહના વિસ્તારમાં ઘૂસી જાય છે. પછી તે ત્યાં શિકાર પાસે બેસી જાય છે. અને પછી સિંહને ડરાવવાનું શરૂ કરે છે. પરંતુ જંગલનો રાજા પાછળ હટવાનો નથી. તે મગર પર પણ ગર્જના કરે છે. આ કરતી વખતે, બંને પ્રાણીઓ લાંબા સમય સુધી એકબીજા સાથે લડતા રહે છે. અંતે, સિંહોનું આખું ટોળું ત્યાં આવે છે અને મગરને તેમની શક્તિનો અહેસાસ કરાવે છે.
લોકો જોઈને રહી ગયા હેરાન :
11 જુલાઈના રોજ પોસ્ટ કરાયેલા આ વીડિયોને યુટ્યુબ પર 1 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. સાથે જ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું છે – હું ચોરી નથી કરતો અને ભીખ માંગીને ખાતો નથી. બીજાએ ટિપ્પણી કરી – ખૂબ હિંમતવાન મગર.આ ઉપરાંત પણ ઘણા બધા લોકો આ વીડિયોને જોઈને પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.