સૌના મોઢે પણ થઇ ગયું “ટેંહુક ટેંહુક…” જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સૌથી મોટા સ્કેલ પર રિલીઝ થયું આવનારી ફિલ્મ “3 એક્કા”નું ટેંહુક ગીત

ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર સૌથી મોટા સ્કેલ પર રિલીઝ થયું ફિલ્મ “3 એક્કા”નું આ વર્ષનું સૌથી મોટું મલ્ટી સ્ટાર ગીત “ટેંહુક”, કલાકારોએ લોન્ચિંગમાં કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ

3 Ekka ‘Tehunk‘ Song Released : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ડંકો આજે દેશ અને દુનિયામાં વાગી રહ્યો છે અને ઘણી ગુજરાતી ફિલ્મો વિશ્વ ફલક પર પણ પોતાનું આગવું નામ બનાવી ચુકી છે. ત્યારે ફિલ્મ નિર્માતાઓ પણ હવે જબરદસ્ત ગુજરાતી ફિલ્મો બનાવી રહ્યા છે. ત્યારે એવા જ એક પ્રોડ્યુસર વૈશલ શાહ પણ એક જબરદસ્ત ગુજરાતી ફિલ્મ “3 એક્કા” લાવી રહ્યા છે, જેને લઈને પણ દર્શકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ટ્રેન્ડિંગમાં છે ટ્રેલર :

“3 એક્કા” ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી ધમાકેદાર ફિલ્મ જેને ગુજરાતી સિનેમાની કાયાપલટ કરી નાખી એવી “છેલ્લો દિવસ”ની તિકડી યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી જોવા મળવાના છે. ત્યારે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે અને હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ટ્રેન્ડિંગમાં પણ છે અને દર્શકોને પણ આ ટ્રેલર ખુબ જ પસંદ આવ્યું છે.

મોટા સ્કેલ પર “ટેંહુક” સોંગ થયું લોન્ચ :

ત્યારે ગતરોજ “3 એક્કા”ની ટીમ દ્વારા આ ફિલ્મનું એક ધમાકેદાર ગીત “ટેંહુક” ગઈકાલે અમદાવાદના થલતેજમાં આવેલ પીવીઆર સિનેમા ખાતે સૌથી મોટા સ્કેલ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધા લોકોને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું અને મીડિયા પણ ત્યાં પહોંચ્યું હતું. ત્યારે આ ગીતનું લોન્ચ પણ ખુબ જ ધમાકેદાર થયું. જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ પણ મીડિયાને સંબોધતા અને સાથે ડાન્સ કરતા પણ જોવા મળી હતી.

દર્શકોએ ખુબ જ પસંદ કર્યું ગીત :

ગીત રિલીઝ થયા બાદથી જ ટ્રેન્ડિંગમાં આવી ગયું અને સૌના મોઢા પર પણ “ટેંહુક ટેંહુક” થઇ રહ્યું છે. આ ગીતના શબ્દો લખ્યા છે ભાગર્વ પુરોહિતે તો સંગીત બદ્ધ કર્યું છે કેદાર ભાર્ગવ અને ભાર્ગવ પુરોહિતે. સાથે જ આ ધમાકેદાર ગીતમાં ગુજરાતના સૌથી લોકપ્રિય ગાયક આદિત્યરાજ ગઢવી અને ભાર્ગવ પુરોહિતે પોતાનો અવાજ આપીને આ ગીતમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

50 લાખથી વધુનો થયો છે ખર્ચ :

“3 એક્કા” ફિલ્મના ટેંહુક ગીત એ આ વર્ષનું સૌથી મોટું મલ્ટી સ્ટાર્ટર સોન્ગ છે. જેમાં ફિલ્મના ત્રણેય દિગ્ગજ કલાકારો યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી સાથે અભિનેત્રી ઇશા કંસારા, કિંજલ રાજપ્રિયા અને તર્જની ભાડલા પણ જોવા મળી રહ્યા છે.  ખાસ વાત તો એ છે કે ફિલ્મના નિર્માતાઓ દ્વારા આ ગીતના સેટ અને કોરિયોગ્રાફી પાછળ જ 50 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મુંબઈથી આવ્યા હતા ડાન્સરો :

આ ગીત માટે ખાસ મુંબઈથી ડાન્સર્સ બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ગીત પણ એટલું જ શાનદાર છે. આ ફિલ્મનું ટ્રેલર 21 જુલાઈના રોજ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.  આ ફિલ્મને આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે અને ફિલ્મનું નિર્દેશન રાજેશ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ 18 ઓગસ્ટના રોજ સિનેમાઘરમાં રીલિઝ થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આવી ગયા રે વાદળ, આવી ગયો રે શ્રાવણ, મોરલીયો બોલે જો ને ત્યાં… ટેહુંક! “Tehunk” song out now!
Music: Dr. Kedar Upadhyay and Bhargav Purohit, Singers: Aditya Gadhvi and Bhargav Purohit, Lyrics: Bhargav Purohit , Choreography: Krunal Soni, Starring: Yash Soni, Malhar Thakar, Mitra Gadhvi, Esha Kansara, Kinjal Rajpriya and Tarjanee Bhadla

Niraj Patel