ઓસ્ટ્રેલિયામાં કોકિલ કંઠી કિંજલ દવેએ વરસાવ્યો કહેર, નવરાત્રીમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓને પોતાના સુરના સથવારે મન મૂકીને ઝુમાવ્યા, જુઓ વીડિયો

નવરાત્રી 2023માં ઓસ્ટ્રેલિયામાં ધૂમ મચાવી રહી છે ગુજરાતી ગાયિકા કિંજલ દવે, સ્ટેજ પર ખુબ જ ઉત્સાહથી ઝૂમતી જોવા મળી, વીડિયો થયો વાયરલ

Kinjal Dave Australia Navratri Look : ભારતમાં થોડા જ દિવસો બાદ હવે નવરાત્રીનો માહોલ જમાવાનો છે. ત્યારે વિદેશમાં તો નવરાત્રીની ઉજવણી શરૂ પણ થઇ ગઈ છે અને હાલ ગુજરાતી ગાયકો વિદેશમાં રહેતા ગુજરાતીઓને પોતાના સુરથી ઝુમાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ ગુજરાતની સૌથી લોક પ્રિય ગાયિકા કોકીલકંઠી કિંજલ દવે પણ ઓસ્ટ્રેલિયામાં ધૂમ મચાવી રહી છે.

સોશિયલ મીડિયામાં છે ખુબ જ એક્ટિવ :

કિંજલ દવે તેના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકો સાથે પોતાની તસવીરો અને વીડિયોને પણ શેર કરે છે. જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે. તેની તસવીરો કે વીડિયો આવતાની સાથે જ વાયરલ પણ થઇ જતા હોય છે. કિંજલના ઇન્સ્ટાગ્રામ પર જ ખાલી 28 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે. જેના પરથી જાણી શકાય કે તે કેટલી લોકપ્રિય છે.

ઓસ્ટ્રેલિયામાં ચાલે છે નવરાત્રી :

હાલ ઓસ્ટ્રેલિયામાં નવરાત્રી 2023નો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ત્યાં પણ કિંજલ દવેનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે. જેની ઝલક ગાયિકાએ તેના સોશિયલ મીડિયામાં શેર પણ કરી છે.  જેના વીડિયોમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ કિંજલ દવેના તાલ પર ઝુમતા પણ જોવા મળી રહ્યા છે. થોડા કલાકો પહેલા જ પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને 50 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.

કિંજલનો વીડિયો થયો વાયરલ :

કિંજલ દવેએ શેર કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેને શાનદાર ચણિયાચોળી પહેરી છે અને ગરબાના સ્ટેજ પર ગાતા ગાતા પોતે પણ ઝૂમી રહી છે અને કિંજલ દવેને જોવા માટે આવેલા દર્શકો પણ ઉત્સાહથી ઝુમતા જોવા મળી રહ્યા છે. તેના આ વીડિયો પણ કિંજલ એનર્જીથી ભરપૂર છે અને જબરદસ્ત ડાન્સ પણ કરી રહી છે.

લાલ લહેંગામાં કરી તસવીરો શેર :

આ વીડિયો ઉપરાંત કિંજલે તેની ઘણી બધી તસવીરો પણ શેર કરી છે.  જેમાં તે લાલ લહેંગામાં કહેર વરસાવતી જોવા મળી રહી છે. કિંજલે આ લહેંગામાં ઘણા બધા પોઝ પણ આપ્યા છે અને તેની સ્ટાઇલથી ચાહકોને દીવાના પણ બનાવી દીધા છે. આ તસવીરો પોસ્ટ કરવાની સાથે કિંજલે કેપશનમાં લખ્યું છે, “લાલાલા ગર્લ વિથ રેડ લહેંગા”

ચાહકોને આવી ખુબ જ પસંદ :

આ તસવીરોને પણ થોડા જ કલાકોમાં 93 હજારથી વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. આ ઉપરાંત હજારો લોકોએ કોમેન્ટમાં કિંજલ દવેના આ લુકની પ્રસંશા પણ કરી છે. ઘણા લોકોએ કોમેન્ટમાં કહ્યું છે કે આ કપડામાં કિંજલ ખુબ જ શાનદાર દેખા રહી છે. તો કોઈ ગોર્જીયસ તો કોઈ બ્યુટીફૂલ પણ કહી રહ્યું છે.

કાર્યક્રમોમાં ઉમટી પડે છે ભીડ :

કિંજલ દવે તેના ગીતોના કારણે તો હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ તેના લુકના કારણે પણ તે હંમેશા ચાહકોની વચ્ચે છવાયેલી રહેતી હોય છે. તેના કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે અને તેની એક ઝલક જોવા માટે પણ ચાહકો પડાપડી કરતા હોય છે. ત્યારે હવે આવનારી નવરાત્રીમાં પણ કિંજલ ધૂમ મચાવતી જોવા મળશે.

હાલમાં જ રિલીઝ થયું હિન્દી સોંગ :

તમને જણાવી દઈએ કે હાલમાં જ કિંજલ દવેનું એક હિન્દી ગીત પણ રિલીઝ થયું છે.   જેનું નામ છે “જેલસ” આ ગીતમાં તેની સાથે પંજાબી સિંગર જસ્સી જસબીર પણ જોવા મળી રહ્યો છે. બંને પોતાના શાનદાર અવાજનો જાદુ આ ગીતમાં ચલાવ્યો છે, સાથે જ પોતાના અભિનયથી પણ કિંજલે દર્શકોના દિલ જીતી લીધા છે. આ સોંગ સ્લિમ સુલેમાનની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થયું છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

Niraj Patel