તમન્ના ભાટિયાએ હોરર ફિલ્મ ‘Aranmanai 4’ના સેટ પરથી સેટ કરી તસવીરો, સ્ટંટ કરતી જોવા મળી એક્ટ્રેસ

તમન્ના ભાટિયા, રાશિ ખન્ના અને સુંદર સીની તમિલ હોરર-કોમેડી ફિલ્મ ‘અરનમનઈ 4’નું મજેદાર ટ્રેલર થોડા સમય પહેલા જ રિલીઝ થઈ ચૂક્યું છે. તમન્ના ભાટિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી ફિલ્મનું ટ્રેલર પણ શેર કર્યું હતુ. ટ્રેલરની શરૂઆત ચાર જણના સુખી પરિવાર સાથે થાય છે, જેઓ પોતાનું જીવન જીવી રહ્યા છે. પરંતુ કમનસીબે તમામ મૃત મળી આવે છે.

આ પછી તપાસ શરૂ થાય છે, જેમાં ઘણી બાબતો સામે આવે છે. તપાસ દરમિયાન જાણવા મળે છે કે પત્ની (તમન્ના ભાટિયા) સાથે ઝઘડા બાદ પતિ જંગલમાં જાય છે અને મોત પામે છે. ત્યાં પત્ની પોતાને ફાંસી લગાવી લે છે. જો કે, તમન્નાનો ભાઈ (સુંદર સી) એ માનવાનો ઇનકાર કરે છે કે તેની બહેન આત્મહત્યા કરી શકે.

આ ફિલ્મને સુંદર સીએ લખી છે અને ડાયરેક્ટ કરી છે, જે અવની સિનેમેક્સના બેનર હેઠળ ખુશ્બુ સુંદર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં તમન્ના ભાટિયા, રાશિ ખન્ના, સંતોષ પ્રતાપ, રામચંદ્ર રાજુ, કોવઈ સરલા, યોગી બાબુ, કે.એસ. રવિકુમાર, જયપ્રકાશ, વીટીવી ગણેશ, દિલ્હી ગણેશ, રાજેન્દ્રન અને સિંગમપુલીનો સમાવેશ થાય છે.

આ અરનમનઈ ફિલ્મ સિરીઝનો ચોથો ભાગ છે અને 2021માં રિલીઝ થયેલી અરનમનઈ 3ની સિક્વલ છે. આ ફિલ્મના સેટ પરથી તમન્નાએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાંથી એકમાં તે સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતા તેણે લખ્યુ- અહીં Aranmanai 4ના ચીસો અને બિહામણા સેટ્સ પાછળની કેટલીક મીઠી ક્ષણો અહીં છે !

આ ફિલ્મમાં કામ કરવું એ પડકારજનક હોવા છતાં ખૂબ જ આનંદદાયક હતું અને વાસ્તવમાં બધા સ્ટન્ટ્સ કર્યાં, હું આ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. આનાથી વધુ સારી ટીમની માંગ ન કરી શકી હોત!વર્કફ્રન્ટની વાત કરીએ તો, તમન્ના ભાટિયા ‘ઓડેલા 2’માં પણ જોવા મળશે, જેનું પોસ્ટર તેણે શિવરાત્રીના અવસર પર રિલીઝ કર્યું હતું.

આ પોસ્ટરમાં તમન્ના ભાટિયા સાધુના લૂકમાં જોવા મળી હતી. ‘અરનમનઈ 4’ અને ‘ઓડેલા 2’ સિવાય તમન્ના ભાટિયા ‘વેદા’માં જોન અબ્રાહમ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Shah Jina