આખરે એવું તો શું થયું કે LSG ટીમના માલિક આવી ગયા ગુસ્સામાં અને કે એલ રાહુલને બરાબર ખખડાવ્યો.. વીડિયો થયો વાયરલ, જુઓ
Sanjeev Goenka Kl Rahul Argument : બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનઉને 10 વિકેટે હરાવ્યું. હૈદરાબાદની ઓપનિંગ જોડી સામે લખનઉના કેપ્ટન કેએલ રાહુલ અને બોલરો લાચાર દેખાતા હતા. લખનઉ ટીમના માલિક સંજીવ ગોયન્કા પણ આ હારથી ખૂબ નારાજ દેખાયા. સંજીવ ગોયન્કાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેમની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે.
વીડિયોમાં તેઓ કેએલ રાહુલ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. ગોએન્કા શું કહી રહ્યા હતા તે વિડિયોમાં સાંભળી શકાતું નહોતું પરંતુ તેમના ચહેરાના હાવભાવ જોતા તેમનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રાહુલ તેમને કંઈક કહે છે પણ તેનાથી પણ સંજીવ ગોયન્કાનો ગુસ્સો ઓછો થતો નથી. તે રાહુલની સામે પોતાની નારાજગી વ્યક્ત કરતો રહ્યા હતા. થોડા સમય પછી ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગર પણ ટીમના માલિક પાસે પહોંચ્યા.
ગોએન્કાએ તેમની સાથે વાત પણ કરી હતી. બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે કેએલ રાહુલ ત્યાંથી નીકળી ગયો હતો. તેના ચહેરા પર ઘણી નિરાશા દેખાતી હતી. ચાહકોને આ વીડિયો પસંદ આવ્યો નથી. તેને લાગ્યું કે કેએલ રાહુલ સાથે કંઈક ખોટું થયું છે. સનરાઇઝર્સ હૈદરાબાદને 166 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. સનરાઇઝર્સે જીતવા માટેના 166 રનના લક્ષ્યાંકને 9.4 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો.
હેડ 30 બોલમાં આઠ ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે 89 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે શર્માએ 28 બોલમાં અણનમ 75 રન બનાવ્યા હતા. તેણે આઠ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદની જીતે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ. પ્લેઓફમાંથી બહાર થનારી મુંબઈ પહેલી ટીમ છે.
This is just pathetic from @LucknowIPL owner
Never saw SRH management with players on the field or even closer to dressing room irrespective of so many bad seasons and still face lot of wrath for getting involved. Just look at this @klrahul leave this shit next year #SRHvsLSG pic.twitter.com/6NlAvHMCjJ— SRI (@srikant5333) May 8, 2024