કગિસો રબાડા કરી રહ્યો હતો પોડકાસ્ટ…અચાનક થઇ વિરાટ કોહલીની એન્ટ્રી અને લૂંટી લીધી મહેફિલ
IPL 2024માં 9 મે ગુરુવારના રોદજ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો સામસામે ટકરાઇ. આ ટૂર્નામેન્ટની મેચ નંબર 58 જે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઇ હતી તેમાં RCBનો વિજય થયો. જો કે આ મેચ પહેલા બેંગલુરુના વિરાટ કોહલી અને પંજાબના કાગીસો રબાડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જેમાં જોઈ શકાય છે કે કોહલી અચાનક રબાડાના પોડકાસ્ટમાં એન્ટ્રી કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રબાડા પોડકાસ્ટ પર વાત કરી રહ્યો છે, આ દરમિયાન વિરાટ કોહલી તેના રૂમમાં આવ્યો. કોહલીને જોઈને રબાડા હસવા લાગે છે. પછી તે પોડકાસ્ટમાં કહે છે કે વિરાટ કોહલી ત્યાં છે. તે ડાંસ કરી રહ્યો છે. ત્યારે રબાડા કહે છે કે હું પોડકાસ્ટ પર છું.
ત્યારબાદ પોડકાસ્ટ પર હાજર રબાડાને કોહલીને આવવા અને હેલો કહેવાનું કહે છે અને આ પછી કોહલી આવી હેલો કહે છે. આગળ વિરાટને પૂછવામાં આવે છે રબાડા કેવો બોલર છે. તો રબાડા પોતે આનો જવાબ આપી કહે છે કે તે (કોહલી) વિચારે છે કે હું કમજોર બોલર છું. આ પછી કિંગ કોહલી ચાલ્યો જાય છે.
View this post on Instagram