ધોનીને ભેટવા માટે સિક્યુરિટીને ચકમો આવીને મેદાનમાં ઘુસી ગયો ફેન,ધોનીએ કર્યું એવું કે સૌ કોઈ રહી ગયા હેરાન.. જુઓ વીડિયો
Dhoni Fan Entered The Field : હાલ IPLનો માહોલ દેશભરમાં જોવા મળી રહ્યો છે, અને દરેક મેચ ખુબ જ રોમાંચક પણ થઇ રહી છે, એવી જ એક રોમાંચક મેચ ગઈકાલે ગુજરાત અને ચેન્નાઇ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી, આ મેચ જોવા માટે પણ હજારો દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યા હતા, સાથે જ સુરક્ષા માટે પણ આ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, તે છતાં એક ફેન ચાલુ મેચ દરમિયાન મેદાનમાં ઘુસી ગયો હતો, જેનાથી સુરક્ષા પર પણ સવાલ ઉભા થયા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ઘટના મેચની છેલ્લી ઓવર દરમિયાન બની હતી, જેમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની ટીમના પૂર્વ કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યો અને થોડા બોલ રમ્યા બાદ ચાલુ મેચમાં એક દર્શક સિક્યુરિટીને ચકમો આપીને સીધો જ મેદાનની અંદર ઘુસી ગયો હતો.
ધોનીનો ચાહક ભાગતો આવ્યો અને સીધો જ ધોનીના પગમાં જઈને પડ્યો હતો, જેના બાદ તે ધોનીને ગળે પણ લાગ્યો હતો, આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ પણ દોડતા આવ્યા અને તે ફેનને લઈને મેદાનની બહાર નીકળી ગયા હતા. ત્યારે આ ઘટનાને લઈને હવે સિક્યુરિટી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.
મહેન્દ્ર સિંહ ધોનીનું ફેન ફોલોઇંગ દુનિયાભરમાં ફેલાયેલું છે અને તેની એક ઝલક જોવા માટે દર્શકો કૂદી પડે છે. ત્યારે આવી ઘટનાઓ પણ અવાર નવાર સામે આવતી રહે છે. તમને જણાવી દઈએ કે ગુજરાત અને ચેન્નાઇની મેચમાં ગુજરાતે ચેન્નાઈને 35 રને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ગુંજાતે 231 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ચેન્નાઈની ટીમ 196 રન જ બનાવી શકી.
View this post on Instagram