163 કારીગર અને 1965 કલાક….કંઇક આવી રીતે જઇને તૈયાર થઇ હતી આલિયા ભટ્ટની સાડી…મેટ ગાલા 2024માં એક્ટ્રેસે લૂંટી મહેફિલ

મેટ ગાલા 2024 શરૂ થઈ ગયું છે. આ ફેશન ઈવેન્ટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી સેલેબ્સ આવે છે. ત્યારે આ વર્ષે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે પણ મેટ ગાલામાં શાનદાર એન્ટ્રી કરી હતી. આલિયા ભટ્ટએ પોતાના મેટ ગાલા 2024 લુકથી બધાને ચોંકાવી દીધા છે. એક્ટ્રેસે મેટ ગાલામાં શાનદાર કમબેક કર્યું છે.

આલિયાએ ફેમસ ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલી સાડી પહેરી હતી. તેણે ધ ગાર્ડન ઓફ ટાઈમની થીમ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. અભિનેત્રીનો આ લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આલિયાની સાડી પર નાના-નાના ફૂલો બનેલા હતા અને લાંબો પલ્લુ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો.

ડિઝાઇનર સબ્યસાચીને આ હાથથી બનાવેલી સાડી બનાવવામાં લગભગ 2 મહિનાનો સમય લાગ્યો હતો. વોગ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે સાડી લગભગ 1965 કલાકમાં બની હતી અને 163 કારીગરોએ આ સાડી બનાવી. આલિયા આ લુક સાથે મેસ્સી બન બનાવ્યો હતો હેડ એક્સેસરીઝની સાથે હીરાની વીંટી અને લાંબી ઈયરિંગ્સ પહેરી હતી.

આલિયાએ આંતરરાષ્ટ્રીય ફેશન ઇવેન્ટમાં ભારતીય સંસ્કૃતિને પ્રમોટ કરતી વખતે સાડી પહેરી હતી. આલિયાના આ લુકની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. લોકો આલિયાના આ ડ્રીમી ડ્રેસ પરથી નજર પણ નથી હટાવી શકતા.

જણાવી દઇએ કે, આલિયા ભટ્ટ બીજી વખત મેટ ગાલાનો ભાગ બની. અભિનેત્રીએ આ ઇવેન્ટમાં વર્ષ 2023માં ડેબ્યુ કર્યું હતું. મેટ ગાલામાં તેના ડેબ્યુ દરમિયાન, તેણે ‘કાર્લ લેગરફેલ્ડ: અ લાઈન ઓફ બ્યુટી’ ની થીમ પર વ્હાઇટ ગાઉન પહેર્યુ હતુ, જે મોતીનું બનેલ હતુ.

 

View this post on Instagram

 

A post shared by IMDb (@imdb)

Previous Article

આ ભાઈએ પ્લાસ્ટિકના ડબલામાંથી બનાવી દીધું ગજબનું કુલર, જોઈને લોકો પણ બોલ્યા.. "જબરદસ્ત દેશી ટેલેન્ટ" જુઓ વીડિયો

Next Article

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જડબેસલાક સિક્યુરિટીના ઉડ્યા ધજાગરા, ધોનીને મળવા મેદાનમાં ઘુસ્યો ફેન, પગે લાગી ભેટી પડ્યો.. વીડિયો વાયરલ

error: Protected Content!