આ ભાઈએ પ્લાસ્ટિકના ડબલામાંથી બનાવી દીધું ગજબનું કુલર, જોઈને લોકો પણ બોલ્યા.. “જબરદસ્ત દેશી ટેલેન્ટ” જુઓ વીડિયો

આને કહેવાય રિયલ દેશી જુગાડ ! જુઓ ગરમીથી છુટકારો મેળવવા માટે આ ભાઈએ કેવી રીતે બનાવી દીધું દેશી કુલર, વાયરલ થયો વીડિયો

Man Made Cooler From Small Dabba : હાલ દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીથી બચવા માટે લોકો અવનવા જુગાડ પણ અપનાવતા જોવા મળે છે. આવા ઘણા જુગાડના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થાય છે અને ઘણા એવા દેશી જુગાડ પણ હોય છે કે તે બીજા લોકોને કામ પણ લાગે છે અને લોકો આ દેશી જુગાડની વાહવાહ પણ કરતા હોય છે. હાલ એવા જ એક જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ ડબ્બામાંથી કુલર બનાવી દીધું છે.

વીડિયોમાં તમે વાદળી રંગનું પ્લાસ્ટિક બોક્સ જોઈ શકો છો, જે બરાબર કુલરની જેમ ચારે બાજુથી કાપવામાં આવ્યું છે. તેના પર ત્રણ બાજુથી કુલિંગ પેડ પણ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત કમ્પાર્ટમેન્ટમાં મોટર લગાવેલી છે અને પંખો પણ ઝડપથી ચાલી રહ્યો છે. તે દેખાવમાં નાનું કૂલર છે પરંતુ તેની આગળની તરફ સ્વીચો પણ છે. આ પોર્ટેબલ કૂલર ગમે ત્યારે ગમે ત્યાં લઈ શકાય છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @jaani_marwadi પર શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. આ ક્લિપને 12 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. અને લાખો લોકો આ વીડિયોને લાઈક પણ કરી ચુક્યા છે. આ અંગે સેંકડો લોકોએ કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે “અમે એમ જ થોડા ચાંદ પર પહોંચી ગયા છીએ ? દેશી દિમાગ લગાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by jaani_marwadi (@jaani_marwadi)

અન્ય યુઝરે લખ્યું છે- આ પ્રતિભા ભારતની બહાર ન જવી જોઈએ. ત્રીજા યૂઝરે લખ્યું છે – અમે આ શોધની શોધ કરનાર ભક્તને સલામ કરીએ છીએ. ચોથા યુઝરે લખ્યું- આને દેશી ટેલેન્ટ કહેવાય છે. પાંચમાએ લખ્યું છે – હવે મને લાગે છે કે એક દિવસ ભારત ચીન કરતા પણ આગળ જશે. આ ઉપરાંત પણ બીજા ઘણા લોકો વાયરલ વીડિયોને જોઈને કોમેન્ટ કરી રહ્યા છે.

Previous Article

ગોંડલની આન, બાન અને શાન દર્શાવતું ગોંડલ સ્ટેટનું રાજગીત, "ગોંડલિયું ગોકુળ" થયું રિલીઝ, ગીતાબા ઝાલાના અવાજે ચાર ચાંદ પૂર્યા, જુઓ

Next Article

163 કારીગર અને 1965 કલાક....કંઇક આવી રીતે જઇને તૈયાર થઇ હતી આલિયા ભટ્ટની સાડી...મેટ ગાલા 2024માં એક્ટ્રેસે લૂંટી મહેફિલ

error: Protected Content!