ગોંડલની સંસ્કૃતિને ઉજાગર કરતું એક રૂડું રૂપાળું ગીત “ગોંડલિયું ગોકુળ”, ગીતાબા ઝાલાનો અવાજ મંત્રમુગ્ધ કરી દેશે
Gondaliyu Gokul Song : ગુજરાતની ધરતી પર ઘણા બધા શુરવીરો થઇ ગયા છે અને તેમની ગાથા વર્ણવતા ઘણા બધા ગીતો પણ ગાયકો દ્વારા ગાવામાં આવ્યા છે, જે સાંભળીને જ શૂરાતન ચઢી જાય. ત્યારે હાલ એક એવું જ ગોંડલની ગરિમા દર્શાવતું એક ગીત “ગોંડલિયું ગોકુળ” રિલીઝ થયું છે, જેમાં આ ગીત ગોંડલ સ્ટેટની સાથે સાથે મહારાજા શ્રી સર ભગવતસિંહજીના શાસનકાળ દરમિયાન ગોંડલના ભવ્ય ભૂતકાળની ઝલક આપે છે.
આ ગીતમાં સ્વર આપ્યો છે, લોકપ્રિય ગાયિકા ગીતાબા ઝાલાએ. ગોંડલના સ્થાપના દિવસ પર તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતી ગોંડલ રાજ્યની પરંપરાગત રાજ ગીત ‘ગોંડલીયું ગોકુળ’ને રજૂ કરવામાં આવ્યું. આ ગીત રિલીઝ થયા બાદ લોકોના મોઢે પણ ગવાતું બની ગયું છે. કારણ કે ગીતના શબ્દો જ એ પ્રકારે રચવામાં આવ્યા છે.
ગાયિકા ગીતાબા ઝાલાએ ગુજ્જુરોક્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે “ગોંડલ રાજગીત ગાવા અને ફરીથી બનાવવા માટે મને પસંદ કરવામાં આવી તે મારા માટે એક સંપૂર્ણ લહાવો હતો. રાજમાતા કુમુદકુમારી સાહેબાએ મને WTC ફાઇનલમાં પર્ફોર્મન્સ જોયા પછી પસંદ કરી હતી.” ગીતાબા ઝાલાનો અવાજ આ ગીતમાં ચાર ચાંદ પુરે છે.
ગીતાબા ઝાલા વિશે જો વાત કરીએ તો વર્ષ 2015માં વેલકમ બેકના શીર્ષક સાથે પોતાની સંગીતમય પ્લેબેક યાત્રા શરૂ કર્યા બાદ ગીતાબાએ બોલિવુડના લોકપ્રિય સિંગર મીકા સિંહ સાથે પણ કામ કર્યુ. ભારત અને શેષ વિશ્વ બંનેમાં માન્યતા પ્રાપ્ત સ્થાનો પર હની સિંહ અને આતિફ અસલમ જેવા કેટલાક અન્ય કલાકારો સાથે પણ તેમણે કામ કર્યુ છે.
પંજાબી અને ગુજરાતી પોપ સિંગલ્સ અને તેમના નામ પર ફિલ્મ પ્લેબેક બંને સાથે તેમની વૈવિધ્યતા ગુજરાત માટે અજોડ પ્લેબેક અને પોપ અવાજ દર્શાવે છે. ગીતાબા ઝાલા એક માત્ર ગુજરાતી અને ભારતીય કલાકાર છે જેમને 2023માં ઈંગ્લેન્ડના ઓવલ ગ્રાઉન્ડ ખાતે ભારત વિરુદ્ધ Aus WTC ફાઈનલ માટે ભારતીય રાષ્ટ્રગીત ગાવા માટે પસંદ કરવામાં આવ્યા હતા.
ગુજ્જુરોક્સ સાથે વાત કરતા ગીતાબા ઝાલાએ જણાવ્યું હતું કે, આ અત્યંત સૌભાગ્યની વાત છે કે મને ગોંડલ રાજગીત ગાવા અને તેને ફરીથી બનાવવા પસંદ કરવામાં આવી, રાજમાતા કુમુદકુમારી સાહેબાએ ડબલ્યુટીસી ફાઇનલમાં પર્ફોર્મન્સ જોયા પછી મને પસંદ કરી હતી.