12 વર્ષના છોકરા સાથે મોટી ઉંમરની છોકરીના થયા ધામધૂમથી લગ્ન, બંનેએ વરમાળા પણ પહેરાવી.. વીડિયો વાયરલ થતા જ લોકો ભરાયા ગુસ્સે… જુઓ
Child Marriage in Rajasthan : સોશિયલ મીડિયા પર ઘણી બધી ઘટનાઓના વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ખાસ કરીને લગ્નને લઈને પણ ઘણા વીડિયો સામે આવે છે, જેમાં લગ્ન દરમિયાનની ઘણી બધી અજીબો ગરીબ ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. ત્યારે આપણા દેશમાં લગ્નને લઈને પણ કેટલાક કાયદાઓ છે, જેમાંથી એક બાળ વિવાહને ગેરકાનૂની માનવામાં આવે છે, તે છતાં પણ કેટલાક સમાજમાં બાળ વિવાહ થતા જોવા મળે છે, હાલ એવા જ એક બાળ વિવાહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં એક મહિલા લગભગ 12 વર્ષના છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી છે. વાયરલ વીડિયોમાં બંને હાર પહેરાવતા જોવા મળે છે. આટલી મોટી મહિલાના આટલા નાના બાળક સાથે લગ્ન એ એક આશ્ચર્યજનક ઘટના છે. હવે આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે અને રાજસ્થાન પોલીસ હેલ્પ ડેસ્ક તરફથી જવાબ આવ્યો છે. તે કહે છે કે ‘કૃપા કરીને સંબંધિત પોલીસ સ્ટેશન વિસ્તાર, તાલુકો અને જિલ્લાની માહિતી પોસ્ટ સાથે શેર કરો.’
આ સિવાય લોકોએ પણ ટિપ્પણી કરી અને કહ્યું કે તેનું નિવારણ ખૂબ જ જરૂરી છે. શું થઇ રહ્યું છે? આ વીડિયોને @divya_gandotra નામના ટ્વિટર આઈડી પર શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ કોઈ પહેલો કિસ્સો નથી, પરંતુ આ પહેલા પણ ખાસ કરીને રાજસ્થાનથી બાળ લગ્નના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. જેમાં નાની નાની છોકરીઓના લગ્ન આધેડ વયના પુરુષો સાથે કરવામાં આવતા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરના આદેશમાં રાજસ્થાન હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે રાજ્યમાં કોઈ બાળ લગ્ન ન થાય તે સુનિશ્ચિત કરે. કોર્ટે કહ્યું કે જો આવું થશે તો ગામના વડા અને પંચાયત સભ્યો જવાબદાર રહેશે. 10 મેના રોજ અક્ષય તૃતીયાના તહેવાર પહેલા બુધવારે કોર્ટનો આદેશ આવ્યો હતો.
Hello @PoliceRajasthan, child marriage is still occurring openly in Rajasthan. What actions are being taken to address this issue?
— Divya Gandotra Tandon (@divya_gandotra) May 9, 2024