ટી-20 ઇતિહાસની સૌથી શરમનજક હાર ! 12 રનમાં ઓલઆઉટ થઇ ટીમ, 3 તો વાઈડના રન, 7 ખેલાડીઓ ખાતું પણ ના ખોલાવી શક્યા, જુઓ
Mongolia All Out For Just 12 Runs : હાલ આપણા દેશમાં IPLનો મહૉલ જોરશોરથી ચાલી રહ્યો છે અને દરેક મેચ ખુબ જ રોમાંચક પણ બની રહી છે. ત્યારે IPLની ખબર વચ્ચે એક એવી ખબર પણ સામે આવી છે જેને હોશ ઉડાવી દીધા છે. સાત મહિના પછી એશિયન ગેમ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર મંગોલિયા બુધવારે જાપાન સામે માત્ર 12 રનમાં આઉટ થઈ ગયું હતું, જે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજો સૌથી ઓછો સ્કોર છે.
પ્રથમ બેટિંગ કરતા જાપાને સાત વિકેટે 217 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં મંગોલિયાની ટીમ માત્ર 8.2 ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂનતમ સ્કોર બનાવવાનો રેકોર્ડ આઈલ ઓફ મેનના નામે છે, જેની ટીમ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સ્પેન સામે 10 રનમાં આઉટ થઈ ગઈ હતી. જાપાન માટે, 17 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર કાઝુમા કાટો સ્ટેફોર્ડે 3.2 ઓવરમાં 7 રન આપીને 5 વિકેટ લીધી હતી, જ્યારે અબ્દુલ સમદ (4 રનમાં 2 વિકેટ) અને માકોટો તાનિયામા (કોઈ રન આપીને 2 વિકેટ) 2-2 વિકેટ લીધી હતી.
મોંગોલિયા માટે તૂર સુમાયાએ સૌથી વધુ ચાર રન બનાવ્યા હતા. આમ જાપાને આ મેચ 205 રને જીતી લીધી, જે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ ચોથી સૌથી મોટી જીત છે. આ રેકોર્ડ નેપાળના નામે છે જેણે એશિયન ગેમ્સમાં મંગોલિયાને 273 રનથી હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે જાપાન સામેની આ મેચમાં મોંગોલિયન ટીમ ચકનાચૂર થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે મોંગોલિયન ટીમના સાત બેટ્સમેન એવા હતા જેઓ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા.
ઈનિંગમાં એવો કોઈ બેટ્સમેન નહોતો જે ડબલ ફિગર પણ પાર કરી શકે. આખી ટીમ મળીને માત્ર 50 બોલ જ રમી શકી હતી. આ દરમિયાન તેમણે કોઈક રીતે 12 રન બનાવ્યા. આ 12 રનમાં ત્રણ એક્સ્ટ્રા પણ હતા. આ રીતે મોંગોલિયન ટીમને T20 ક્રિકેટમાં ખૂબ જ શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, જે ભાગ્યે જ જોવા મળે છે.