BREAKING NEWS: સિનેમા જગતમાં શોકની લહેર, ફેમસ એક્ટર-ડાયરેક્ટરનું નિધન

54 વર્ષની ઉંમરે એક્ટર-ડાયરેક્ટર અચાનક નું  નિધન, કેન્સરથી હાર્યા જંગ- જાણો સમગ્ર વિગત

સિનેમા જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે કારણ કે ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત એક્ટર-ડિરેક્ટર ક્ષિતિજ ઝારાપકરે દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાએ 5 મે 2024ના રોજ 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર અભિનેતા લાંબા સમયથી કેન્સર જેવી જીવલેણ બિમારીનો સામનો કરી રહ્યા હતા, અને આખરે લાંબી લડાઇ બાદ તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ.

‘ગોમડાબેરિજ’, ‘એકુલાતી એક’, ‘આઈડિયા ચી’ અને ‘કલ્પના’ જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોને રૂબરૂ કરાવનાર ક્ષિતિજ છેલ્લા ઘણા મહિનાઓથી કેન્સર જેવી બિમારીથી પીડિત હતા. આટલું જ નહીં ઓર્ગન ડિસઓર્ડરને કારણે તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો.

ક્ષિતિજ ઝારાપકરના નિધનના સમાચારથી સમગ્ર મરાઠી ફિલ્મ ઉદ્યોગ દુઃખી છે. દરેક જણ અભિનેતા માટે પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે. તેમના નિધનથી ચાહકો પણ ખૂબ જ દુખી છે. જણાવી દઇએ કે, ક્ષિતિજ એક અભ્યાસી દિગ્દર્શક અને અભિનેતા તરીકે જાણીતા હતા.

ઘણી ફિલ્મોમાં કામ કરવાની સાથે તેમણે દિગ્દર્શન પણ કર્યું. ક્ષિતિજ ઝારાપકરે મરાઠી સિનેમામાં વિશેષ યોગદાન આપ્યું છે. અભિનયની સાથે, તે દિગ્દર્શનની દુનિયામાં પણ એક લોકપ્રિય નામ છે અને તેણે ‘ગોમડાબેરીજ’, ‘બીકો ખે નકલત’ સહિત કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન અને લેખન કર્યું છે.

Shah Jina