અરવલ્લી : બે કાર સામ-સામે ધડાકાભેર અથડાતા બેનાં મોત, ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી ઘરે જઇ રહ્યા હતા શિક્ષક- કાળ આંબી ગયો

ભેટાલી પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર:ચૂંટણી ફરજ પરથી વતન આવી રહેલા શિક્ષકની કારને બુટલેગરની કારે ટક્કર મારી, બંને કારચાલકના ઘટના સ્થળે મોત

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતની ખબર સામે આવતી રહે છે, ત્યારે હાલમાં અરવલ્લીના ભેટાલી પાસેથી બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યુ. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મૃતકોમાં એક શિક્ષક અને એક બુટલેગરનો સમાવેશ થાય છે.

મૃતક શિક્ષકની ઓળખ ગોપીચંદ ડાભી તરીકે થઇ છે જેઓ ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી વતન જેસિંગપુર જઇ રહ્યા હતા. આ સમયે બુટલેગર નીતિન બલેવા પુરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો અને બંને કાર સામ-સામે અથડાઇ. આ અકસ્માતમાં શિક્ષક અને બુટલેગર બંનેના મોત નીપજ્યા.

શિક્ષકના મોતથી વતનમાં શોકની લાગણી ફેલાઇ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. ભિલોડાના ભેટાલી પાસે આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ધાનેરાથી જેસિંગપુર જઈ રહેલા શિક્ષકનું મોત થયુ જ્યારે બુટલેગર નીતિન બલેવાનું પણ મોત નિપજ્યુ. પોલિસે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહ પીએમ અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.

Shah Jina