ગુજરાતી સિનેમાના લોકપ્રિય અભિનેતા હિતુ કનોડિયાએ પોતાના સૌથી ગમતા ગીત પર બનાવ્યો વીડિયો, પત્ની મોના થીબાના હાવભાવ જોવા જેવા હતા, જુઓ

હિતુ કનોડિયા અને મોના થીબાએ ફરી જીત્યા ચાહકોના દિલ, હિતુ કનોડિયાના ફેવરિટ ગીત પર બનાવ્યા વીડિયો, થઇ ગયો વાયરલ, જુઓ

Hitu Kanodia made a video on a favorite song : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા કલાકારોએ આજે દેશ વિદેશમાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે, તેમના અભિનયને લોકો ખુબ જ વખાણતા પણ હોય છે અને તેમના ચાહકો પણ તેમની એક ઝલક જોવા માટે આતુર થઇ જતા હોય છે, ત્યારે ગુજરાતી ફિલ્મોને એક મોટો શ્રેય અપાવવાનું કામ દિવંગત અભિનેતા નરેશ કનોડિયાએ કર્યું હતું અને  એટલ જ તેમને મેગાસ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાજકારણમાં પણ સક્રિય છે હિતુ કનોડિયા :

ત્યારે તેમનો દીકરો હિતુ કનોડિયા પણ તેમના જ રસ્તા પર છે અને હિતુ કનોડિયાએ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક આગવું નામ બનાવી લીધું છે. આ સાથે તેઓ રાજકારણમાં પણ સક્રિય છે. પરંતુ તેમના અભિનયના તો લોકો દીવાના છે. હિતુ કનોડિયાએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત પણ કર્યા છે.

પત્ની મોના થીબા સાથે વીડિયો કરે છે શેર :

આપણે બધા જ જાણીએ છીએ કે હિતુ કનોડિયાએ અભિનેત્રી મોના થીબા સાથે લગ્ન કર્યા છે અને આ જોડીને પણ દર્શકો ખુબ જ પ્રેમ આપતા હોય છે. બંને જ્યાં પણ સાથે જતા હોય છે ત્યાં છવાઈ જતા હોય છે, આ ઉપરાંત હિતુ કનોડિયા તેમના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના વીડિયો પણ તેઓ શેર કરતા રહે છે.

મનગમતા ગીત પર બનાવ્યો વીડિયો :

આ વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે. તેમાં હિતુ કનોડિયા ઘણીવાર જુના ગીતો પર ડાન્સ કરીને કે લિપસિંગ કરીને પણ તેમના ચાહકોને ખુશ કરી દેતા હોય છે, ત્યારે હાલમાં જ હિતુ કનોડિયાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે, જેમાં તેઓ તેમના સૌથી પ્રિય ગીત પર અભિનય કરતા જોવા મળી રહ્યા છે, આ ગીતમાં તેમની સાથે તેમની પત્ની મોના થીબા પણ જોવા મળી રહી છે.

1 લાખથી પણ વધુ લોકોએ જોયો વીડિયો :

આ વીડિયોને શેર કરવાની સાથે હિતુ કનોડિયાએ કેપશનમાં લખ્યું છે, “મારુ મનગમતું ગીત, મારા મનનાં મીત તમે છો, જીવનનું ગીત તમે છો….” ચાહકો હવે આ ગીત અને હિતુ કનોડિયા અને મોના થીબાના અભિનયને ખુબ જ પસંદ કરી રહ્યા છે. 3 દિવસ પહેલા જ પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 18 હજારથી વધુ લાઈક અને 1.30 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.

હાથમાં પીંછું રાખીને કરી પ્રસ્તુતિ :

વીડિયોમાં હિતુ કનોડિયા હાથમાં પીંછું લઈને ગીતના શબ્દો પર લિપસિંગ અને અભિનય કરી રહ્યા છે. ત્યારે પાછળ બેકગ્રાઉન્ડમાં તેમના પત્ની મોના થીબા પણ જોવા મળી રહ્યા છે. થોડી લાઈન હિતુ કનોડિયા ગાય છે અને પછી આગળની કડિઓ મોના થીબા પણ રજૂ કરે છે, તેમની આસપાસ લીલોતરી પણ જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Hitukanodia (@hitukanodia)

ચાહકોએ કર્યા વખાણ :

વીડિયોમાં આગળ તે એકબીજાનો હાથ પકડીને ચાલતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રકૃતિની વચ્ચે બનાવેલા આ વીડિયોએ ચાહકોના દિલ જીતી લીધા છે. ઘણા ચાહકો કોમેન્ટ કરી અને તેમની જોડીની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કોમેન્ટ બોક્સમાં ઘણા ચાહકો તેમના પિતા નરેશ કનોડિયાને પણ યાદ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel