ખબર

વધુ એક ગુજરાતી યુવતીનો રહસ્યમય સંજોગોમાં અમેરિકામાં કારની ડેકીમાંથી મૃતદેહ મળ્યો, જાણો વિગત

હાલમાં વિદેશોમાં ગુજરાતીઓના રહસ્યમતના મોતના મામલાઓ વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા કૅનૅડામાંથી હિરલ પટેલ નામની પરિણીતાની લાશ કચડાયેલઈ હાલતમાં મળી હતી તેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં અમેરિકામાંથી ગત 30 ડિસેમ્બર મૂળ ભારતીય મહિલા રહસ્યમય રીતે લાપતા થઇ ગઈ હતી જેનો મૃતદેહ કારની ડેકી માંથી મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

Image Source

અમેરિકાનાં ઇલિનોઇસના શાઉબર્ગ કાઉન્ટીમાં રહેનાર 34 વર્ષીય ગુજરાતી મૂળની સુરીલ ડબ્બાવાલા 30 ડિસેમ્બરે ગમ થઇ હતી. સુરીલ ડબ્બાવાલાના પરિવારજનોએ 1 જાન્યુઆરીએ ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી. સુરીલ ડબ્બાવાલાના ગુમ થયાના 2 અઠવાડિયા બાદ તેની જ કારમાંથી મૃતદેહ મળી આવ્યો છે.

34 વર્ષીય સુરીલ ડબ્બાવાલા લોયોલા યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, સુરીલ 30 ડિસેમ્બર ઇલિનોઇસના શોમબર્ગના પોતાના ઘરે પાછી ન આવતા તેના પિતાએ પોલીસને ફરીયાદ કરી હતી. મૂળ ગુજરાતી અશરફે તેની પુત્રીનો પતો આપનારને 10 હજાર ડોલર (લગભગ 17 લાખ રૂપિયા)નું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેને ખાનગી તપાસ એજન્સીઓને પણ પોતાની પુત્રીને શોધવાની જવાબદારી સોંપી હતી.

Image Source

જાસૂસોએ વેસ્ટ ગારફિલ્ડ પાર્ક વિસ્તારમાં સુરીલની સફેદ સિડાન કારને શોધી લીધી હતી. જેમાં કારની ડેકીમાં સુરીલનો ધાબડાથી લપેટેલો મૃતદેહ મળી આવ્યો હતો.
હાલ તો સુરીલાના મોતનું કારણ જાણી શકાયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેનું સાચું કારણ જાણવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.