ખબર

અંબાજી એક્સિડન્ટનો મોટો ખુલાસોઃ ડ્રાઈવરની એક ભૂલના કારણે 21 લોકોએ જીવ ગુમાવ્યા, વાંચો સમગ્ર અહેવાલ

નવરાત્રીને બીજે દિવસે ગુજરાતના લોકોને સ્તબ્ધ કરી દે તેવી ઘટના તીર્થધામ અંબાજી નજીક સર્જાઈ છે. અંબાજી-દાતા રોડ પર ત્રિશુલિયા ઘાટ નજીક એક લક્ઝરી બસ ઊંઘી વળી ગઈ અને કહેવા પ્રમાણે લગભગ 21 લોકોનાં મોત થયાં છે! ઘટના બપોરના ચારેક વાગ્યાની બની છે(૩૦ સપ્ટેમ્બર). અંબાજી દર્શન કરીને ફરત ફરી રહેલા યાત્રાળુઓ આ બસમાં હતા. ત્રિશુલિયા ઘાટ નજીક વળાંક લેવા જતા બસ સ્લીપ ખાઈ ગઈ હોવાનું માનવું છે. ઘટના સ્થળ પર તરત જ ૧૦ લોકોનાં મોત થયાં હોવાનું માનવું છે. શરૂઆતમાં દાંતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને હવે આખો કાફલો બચાવ કામગીરીમાં જોતરાયો છે.

મોતની ચીસોથી વાતાવરણ ભયાવહ બન્યું —

બપોરના ચારેક વાગ્યાની આજુબાજુ અંબાજીથી દર્શન કરીને પરત ફરતા યાત્રાળુઓવાળી બસ ત્રિશુળિયા ઘાટ નજીક પલટી ખાઈને ઊંધી વળી જતા જે ગમખ્વાર અકસ્માતા સર્જાયો એમાં મોતે રીતસર ભરડો લઈ લીધો હોય તેવું લાગે છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે લગભગ 21 જેટલા લોકો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે જ્યારે ઘાયલોને હોસ્પિટલ પર ખસેડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અકસ્માતને પગલે મોતનો કાળો કળેળાટ વ્યાપી ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાં અંબાજીથી દાંતા વચ્ચે આવેલાં ત્રિશુલીયા ઘાટ પર વરસાદના લીધે બસના પૈડાં સ્લીપ થઈ જતાં અને ડ્રાઈવરે સ્ટિંયરીંગ પરથી કાબૂ ગુમાવતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. 25થી વધુ ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં છે. અંબાજીથી દાંતા વચ્ચેના રોડ પર ત્રિશુલીયા ઘાટ નજીક જે જગ્યા ચેતવણી ભયાનક વણાંકનું પાટીયું માર્યું છે. ત્યાં જ ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી ગઈ હતી. આ સાથે ડ્રાઈવર બ્રેક પર પગ દબાવ્યો પણ બ્રેક ન લાગતાં બસ પલટી મારી. આ ગોઝારા અકસ્માતમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. વધુ પડતી સ્પીડના કારણે આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. વળાંક પર ઓવરસ્પીડ અને વરસાદને કારણે ડ્રાઈવરે બ્રેક મારતાં ડ્રાઈવર સાઈડનું પાછળનું ટાયર ઊંચું થઈ ગયું હતું. જેના લીધે આ ભયાવહ અકસ્માત સર્જાયો હતો.

JCB, ક્રેન, પોકલેન મશીનથી બસ ઊંચકાઇ

અકસ્માતના ઘટનાસ્થળે બસને ઊંચકવા બે JCB પહેલા લાવવામાં આવી હતી. તેનાથી પણ કામ ન થતાં પોકલેન અને ક્રેન મંગાવી બસને ઊંચકી લોકોને બહાર કાઢ્યા હતા. માતાજી મૃતકોના આત્માને શાંતિ અર્પે અને એમના પરીવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના!

આ અકસ્માતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ટ્વીટર હેન્ડલના માધ્યમથી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

માતાજી મૃતકોના આત્માને શાંતિ અર્પે અને એમના પરીવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના!

|| ૐ શાંતિ ૐ ||